મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Patan News: પાટણના આ ગામે 8 વર્ષથી વહિવટી મંજૂરી છતાં નથી બની રહ્યું શાળાનું મકાન, વિદ્યાર્થીઓ પરેશાન

ગુજરાતનું શિક્ષણ ભલે દેશમાં રૂપકડું બતાવવાના પ્રયાસો થઇ રહ

Patan News: પાટણના આ ગામે 8 વર્ષથી વહિવટી મંજૂરી છતાં નથી બની રહ્યું શાળાનું મકાન, વિદ્યાર્થીઓ પરેશાન

ગુજરાતનું શિક્ષણ ભલે દેશમાં રૂપકડું બતાવવાના પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ બીજી બાજુ ચિત્ર ચિંતાજનક અને ચોકવનારું છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પૂરતા શિક્ષકો નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જોવા મળે છે. રમતગમતના મેદાનો પણ પૂરતા નથી. આવી અનેક સમસ્યાઓ રાજ્યના શિક્ષણ જગતમાં જોવા મળે છે. પાટણ તાલુકાના કણી અને વિસલવાસણા બન્ને ગામોમાં પ્રાથમિક school  કાર્યરત છે. પરંતુ સરકારી માધ્યમિક શાળા ન હોવાથી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે અન્ય ગામોમાં કે શહેરોમાં જવું પડે છે. 

પાટણ તાલુકાના કણી અને વિસલવાસણા આ બાબતે બંને ગામના આગેવાનો દ્વારા રજૂઆતો કરાતા કણી વિશલવાસણા સરકારી માધ્યમિક શાળા  વર્ષ 2017માં મંજૂર કરવામાં આવી હતી. શાળાનું મકાન બનાવવા માટે વિસલવાસણા ગામે હાઇવે પર જમીન પણ મંજુર કરી દેવામાં આવી છે. આ તમામ કાર્યની વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. શાળા મંજૂર થયાને 8 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં શાળાના બાંધકામનું કોઈ કાર્ય હજુ સુધી શરૂ કરાયું જ નથી. 

નવી શાળા મંજૂર થવા છતાં કાર્યવાહી ન થતાં હાલ કણી ગામમાં માધ્યમિક શાળા ચલાવવામાં આવી રહી છે. જેમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ  ગ્રામ પંચાયતના મકાનના એક હોલમાં તેમજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના એક રૂમમાં અભ્યાસ કરે છે. 

શાળામાં શિક્ષકો માટે પણ કોઈ રૂમ નથી જેથી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે. શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કણી વિસલવાસણા સરકારી માધ્યમિક શાળાનું બાંધકામ શરૂ કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ગામ લોકો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો