મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat/ ઉઘરાણી ભારે પડી, બિલની રકમ માંગતા કાફેના 23 વર્ષીય યુવકનું અપહરણ કરી માર્યો માર, Video થયો વાયરલ

સુરતમાં બાકી બિલની ઉઘરાણી મુદ્દે યુવકનું અપહરણ કરીને મારપીટ કરવામાં આવી

સુરતમાં બાકી બિલની ઉઘરાણી મુદ્દે યુવકનું અપહરણ કરીને મારપીટ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેસુ વિસ્તારમાં એક કાફેમાં કામ કરતા યુવકને માત્ર ₹8,000 નું બાકી બિલ માંગવાના કારણે ખરાબ અનુભવ થયો છે.

ફોન પર ઉઘરાણી કરતા અપહરણ

પ્રાપ્ત વિગતો અનુસાર, વેસુ વિસ્તારમાં આવેલા મેડિનિયન કાફેમાં 23 વર્ષીય જસ્મિન વાગાણી કામ કરે છે. આ કેફેમાં ગ્રાહક વિવેક જૈનનું છેલ્લા 2 થી 3 મહિનાથી આશરે ₹8,000 નું બિલ બાકી હતું.

જસ્મિન વાગાણી છેલ્લા અનેક દિવસોથી વિવેક જૈનને ફોન કરીને બિલ ચૂકવી દેવા માટે વિનંતી કરી રહ્યો હતો. આ બાબત વિવેક જૈનને પસંદ ન આવતા તેણે પોતાના મિત્ર દીપક જૈન સાથે મળીને જસ્મિનનું અપહરણ કર્યું અને તેને માર માર્યો હોવાનો આક્ષેપ છે.

મારપીટનો વીડિયો રેકોર્ડ કરાયો

જસ્મિન વાગાણીએ આ અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધાવી છે. જસ્મિનના જણાવ્યા અનુસાર, આરોપીઓએ મારપીટ દરમિયાન સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું, જે ગંભીર ગુનાહિત કૃત્ય દર્શાવે છે.

વેસુ પોલીસે યુવક દ્વારા આપવામાં આવેલા પુરાવા અને વીડિયો રેકોર્ડિંગના આધારે આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને હુમલાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો