મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બાઈક સ્લીપ થઈને થાંભલા સાથે અથડાઈ, માથામાં ગંભીર ઈજા થતાં યુવકનું મોત

અકસ્માતની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સાયણથી વેલંજા જતા રોડ પર એક વધુ

સુરતમાં બાઈક સ્લીપ થઈને થાંભલા સાથે અથડાઈ, માથામાં ગંભીર ઈજા થતાં યુવકનું મોત

અકસ્માતની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સાયણથી વેલંજા જતા રોડ પર એક વધુ કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં દેલાડ ગામની મણિપુષ્પક સોસાયટીમાં રહેતા 32 વર્ષીય તૃષાર રમેશભાઈ પાટીલનું બાઈક અકસ્માતમાં મોત નિપજ્યું હતું.

નાસ્તો કરવા જતાં હતા

સાયણથી વેલંજા તરફ જતો આ રોડ અવારનવાર જીવલેણ અકસ્માતનું કારણ બની રહ્યો છે.  તૃષાર પાટીલ પોતાની હોન્ડા યુનિકોન બાઈક લઈને નાસ્તો કરવા વેલંજા ગામ તરફ જઈ રહ્યા હતા. વેલંજા ગામની નહેર કોલોની નજીક તેમનું બાઈક સ્લિપ થયું. બાઈક રોડની બાજુમાં આવેલા ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું. આ અકસ્માતમાં તૃષાર પાટીલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું.

બે વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યા

આ રસ્તા પર આવેલા જી ઈ બી ની નિષ્ક્રિય થાંભલા એ એક યુવક નો ભોગ લીધો હતો હજુ કેટલા નો ભોગ લેશે પછી જી ઈ બી જાગશે મૃતક તૃષાર પાટીલ પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતા. તેઓ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના મૃત્યુથી પરિવાર નિરાધાર બન્યો છે. તેમની બે વર્ષની માસૂમ દીકરી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકી છે. આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

આ સમાચાર શેર કરો