મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શામળાજી: અમદાવાદ-બાંસવાડા બસને નડ્યો અકસ્માત, સંખ્યાબંધ મુસાફરો દુ્ર્ઘટનામાં ઈજાગ્રસ્ત, સદનસીબે જાનહાની ટળી

રાજ્યના શામળાજી પાસે વધુ એક અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે શામળાજીના મેરાવાડા નજીક

શામળાજી: અમદાવાદ-બાંસવાડા બસને નડ્યો અકસ્માત, સંખ્યાબંધ મુસાફરો દુ્ર્ઘટનામાં ઈજાગ્રસ્ત, સદનસીબે જાનહાની ટળી

રાજ્યના શામળાજી પાસે વધુ એક અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે શામળાજીના મેરાવાડા નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. અમદાવાદ-બાંસવાડા બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બસ નેશનલ હાઈવે પર જઈ રહી હતી અને અચાનક સાઈડ પર ઉતરી ગઈ હતી.

અમદાવાદ-બાંસવાડા બસને નડ્યો અકસ્માત

ઉલ્લેખનીય છે કે આ બસ ખીચો-ખીચ મુસાફરોથી ભરેલી હતી. બસમાં સવાર મુસાફરોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ શમાળાજી પોલીસ ઘટના પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ આદરી હતી.

શામળાજીના અણસોલ પાસે અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત

અરવલ્લીના શામળાજીના અણસોલ પાસે અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે..અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ત્રણ વ્યક્તિના મોત થયા છે.અકસ્માત બાદ વાહનચાલક ટક્કર મારી ફરાર થયો છે..

અકસ્માતને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને ગંભીર આરોપ લગાવ્યો હતો કે  સર્વિસ રોડ પરથી પસાર થતા ભારે વાહનોના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે.જિલ્લા LCB,સ્થાનિક સહિત અન્ય પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી છે..તેમજ ત્રણેય વ્યક્તિના મૃતદેહના પોસ્ટમોર્ટમ શામળાજી રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે.

આ સમાચાર શેર કરો