મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાપુતારાના રસ્તાઓ પર અકસ્માતો ઘટાડવા પ્રયાસ, માલેગાવ મેઈન યુ-ટર્ન પર વળાંકો પહોળા કરવાની કામગીરી

ગુજરાતના એકમાત્ર હવા ખાવાના ગિરીમથક સાપુતારાના રસ્તાઓ પર અવારનવાર અકસ્માતો થતાં રહે છે. ત્યારે ડાંગ જિલ્લામાં

સાપુતારાના રસ્તાઓ પર અકસ્માતો ઘટાડવા પ્રયાસ, માલેગાવ મેઈન યુ-ટર્ન પર વળાંકો પહોળા કરવાની કામગીરી

ગુજરાતના એકમાત્ર હવા ખાવાના ગિરીમથક સાપુતારાના રસ્તાઓ પર અવારનવાર અકસ્માતો થતાં રહે છે. ત્યારે ડાંગ જિલ્લામાં સાપુતારા-શામગહાન રોડ પર અકસ્માતોને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. સાપુતારા પોલીસે માલેગાવ મેઈન યુ-ટર્ન પર, જે એક બ્લેક સ્પોટ તરીકે ઓળખાય છે, ત્યાં રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરી છે.

માટીકામથી રસ્તો પહોળો કરવાનું કામ

આ વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને નાના-મોટા વાહનો માટે યુ-ટર્ન લેવામાં મુશ્કેલી સર્જાતી હતી. સાંકડા રસ્તાને કારણે અનેક અકસ્માતો થતા હતા. આ સમસ્યાના નિવારણ માટે પોલીસ ટીમે વણાંકો પર માટીકામ કરીને રસ્તો પહોળો કરવાનું કામ હાથ ધર્યું છે. આ પગલાંથી વાહનચાલકોની સલામતી વધશે અને અકસ્માતોમાં ઘટાડો થશે.

આ સમાચાર શેર કરો