VIDEO: સાપુતારામાં દીપડા પર ભારે પડ્યો શ્વાન, સાંકળથી બાંધ્યો હોવા છતાં ભગાવ્યો ઉભી પૂંછડીયે
દક્ષિણ ગુજરાત દીપડાઓનું ગઢ બની રહ્યું છે. ત્યારે રાજ્યના એકમાત્ર ગિરીમથક સાપુતારામાં પણ દીપડાની દહેશત જોવા મળી રહી છે. હોમ સ્ટે
દક્ષિણ ગુજરાત દીપડાઓનું ગઢ બની રહ્યું છે. ત્યારે રાજ્યના એકમાત્ર ગિરીમથક સાપુતારામાં પણ દીપડાની દહેશત જોવા મળી રહી છે. હોમ સ્ટે ખાતે પાળેલો શ્વાન દીપડા પર ભારે પડ્યો હતો. શ્વાનનો શિકાર બનાવવા દીપડો દબાતા પગે આવ્યો હતો. છતાં શ્વાન જાણે દીપડાને પડકાર ફેંકતો હોય તેમ ભસવા લાગ્યો હતો. જેથી શ્વાનથી જાણે ડરી ગયો હોય તેમ દીપડો દબાતા પગે નાસી ગયો હતો. સનરાઈઝ પોઈન્ટ જવાના માર્ગ ઉપર આવેલા હોમ સ્ટે પાસે બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.



