મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગરના પક્ષી અભ્યારણ્યમાં દીપડો દેખાતા વન વિભાગની ટીમ સક્રિય

સૌરાષ્ટના અલગ અલગ વિસ્તારોમાં જંગલી જાનવરો ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. તેમજ ઘણીવાર સિંહ અને દીપ

જામનગરના પક્ષી અભ્યારણ્યમાં દીપડો દેખાતા વન વિભાગની ટીમ સક્રિય

સૌરાષ્ટના અલગ અલગ વિસ્તારોમાં જંગલી જાનવરો ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. તેમજ ઘણીવાર સિંહ અને દીપડા જેવા જંગલી જાનવર રહેણાંક વિસ્તારમાં આવીને માનવી તેમજ દુધાળા પશુઓને પોતાના શિકારનો ભોગ બનાવતા હોય છે. એવામાં જામનગરના પક્ષી અભ્યારણ્યમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય પાર્કમાં દીપડાએ દેખા દીધા હતા. પક્ષી અભ્યારણ્યમાં દીપડો જોવા મળતા લોકોમાં ભારે ચિંતા અને ભય વ્યાપી ગયો હતો. 

આ પણ વાંચો : ગીર સોમનાથમાં દીપડાનો 10 વર્ષના બાળક પર હુમલો, એક જ દિવસમાં ત્રણ હુમલાની ઘટના

આખરે દીપડાની અવર જવર દેખાતા ખીજડીયા પક્ષી અભયારણ્ય પાર્કને હાલ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. દીપડાને લઈને વન વિભાગની ટીમ દ્વારા નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતુ. તેમજ વન વિભાગની ટીમ દ્વારા અલગ અલગ બે જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. દીપડાની અવરજવરને લઈને આજુબાજુના ગ્રામજનોની સુરક્ષા માટે આસપાસના ગામના લોકોને સાવચેત કરાયા હતા.

આ સમાચાર શેર કરો