VIDEO: સાપુતારામાં સ્વર્ગની સીડી બનાવતો 150 ફૂટ ઊંચો વંટોળ! પ્રવાસીઓમાં સર્જાયું કુતૂહલ
ડાંગ જિલ્લાના સાપુતારામાં વંટોળનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. ડાંગ જિલ્
ડાંગ જિલ્લાના સાપુતારામાં વંટોળનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્ય માણવા આવતા પ્રવાસીઓએ 150 ફૂટ ઊંચો વંટોળ જોયો હતો. ભાગ્યે જ જોવા મળતી આ પ્રકારના વંટાળની ક્ષણને પ્રવાસીઓએ નિહાળી હતી.
સુરતમાં ખુલ્લી ગટરોનો જૂનો છે ઈતિહાસ, છેલ્લા 4 મહિનમાં ત્રણ માસુમ બાળકોએ ગુમાવ્યો જીવ
સાપુતારામાં ટેબલ પોઇન્ટ ઉપર રેતીનો વંટોળ જોઈને પ્રવાસીઓ તથા સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યુ હતું. ધુળની ઉડતી ડમરીઓ જાણે જમીન પરથી આકાશમાં રસ્તો બનાવતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લારી વાળાએ આ વંટોળની ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.




