મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર : નિર્મળનગરમાં પાર્ક કરેલી બસમાં યુવકે કર્યો આપઘાત

Bhavnagar News : ભાવનગર શહેરના નિર્મળનગરના નાકે રાત્રે પાર્ક કરેલા ખાનગી બસમાં અજાણ્યા યુવકે ગળાફાંસો

ભાવનગર :  નિર્મળનગરમાં પાર્ક કરેલી બસમાં યુવકે કર્યો આપઘાત

Bhavnagar News : ભાવનગર શહેરના નિર્મળનગરના નાકે રાત્રે પાર્ક કરેલા ખાનગી બસમાં અજાણ્યા યુવકે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ મીની બસ જગભા મગલાણાની હોવાનું જાણવા મળી રહ્યું છે.

બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના નિર્મળનગરના નાકે ભાવનગરથી ધોળા રૂટ ઉપર ચાલતી ખાનગી મીની બસ પાર્ક કરવામાં આવી હતી. આ બસમાં રાત્રે કોઈ અજાણ્યા યુવકે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.

આ પણ વાંચો : ભાવનગરના ટોડી ગામે મારામારીમાં ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત, હત્યાનો ગુનો નોંધાયો

ઘટના અંગે સવારે સ્થાનિકોને જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા. પોલીસે આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેની ઓળખાણ કરવા અને તેના પરિવારજનો-સંબંધીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો