મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara/ તરસાલી વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે યુવક પર ચાકુથી હુમલો

વડોદરાના તરસાલી વિસ્તારમાં પાર્કિંગ જેવી નજીવી બાબતે યુવક પર ચાકુથી હુમલો થતા વ

Vadodara/ તરસાલી વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે યુવક પર ચાકુથી હુમલો

વડોદરાના તરસાલી વિસ્તારમાં પાર્કિંગ જેવી નજીવી બાબતે યુવક પર ચાકુથી હુમલો થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સમૃદ્ધિ આનંદમ સોસાયટીમાં બનેલી આ ઘટનામાં નીરવ પટેલ પર વિવેક પરમાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

માહિતી અનુસાર, આરોપીએ નીરવ પટેલ પર આશરે ચારથી પાંચ ચાકુના ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત નીરવ પટેલને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ ઘટના મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં બે દિવસમાં બનેલી બીજી જીવલેણ ઘટના હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે વિસ્તારમાં સુરક્ષા મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોમાં અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ ન રહ્યો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

     

આ સમાચાર શેર કરો