મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad-Vadodara એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો અકસ્માત; સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાચ ભરેલી ટ્રક પલટી

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કાચનો

Ahmedabad-Vadodara એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો અકસ્માત; સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાચ ભરેલી ટ્રક પલટી

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કાચનો જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ જતાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી

મળતી માહિતી મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં રહેલો કાચનો જથ્થો હાઈવે પર વેરાઈ ગયો હતો. અકસ્માતને લઈને ઘટનાસ્થળે ટ્રાફિક સર્જાયો હતું.

અકસ્માતના બનાવને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેન અને સફાઈ કામદારોની મદદથી રસ્તા પર પથરાયેલો કાચનો જથ્થો સાફ કરવામાં આવ્યો હતો. સદનશીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. 

આ સમાચાર શેર કરો