મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: AMCનું આજે ડ્રાફટ બજેટ થશે રજૂ, જાણો કેટલા હજાર કરોડનું હશે Budgetનું કદ

અમદાવાદ મહાનગરપાલિકા નું વર્ષ ૨૦૨૬..૨૭ના વર્ષનુ ડ્રાફ્ટ બજેટ આજ

Ahmedabad news: AMCનું આજે ડ્રાફટ બજેટ થશે રજૂ, જાણો કેટલા હજાર કરોડનું હશે Budgetનું કદ

અમદાવાદ મહાનગરપાલિકા નું વર્ષ ૨૦૨૬..૨૭ના વર્ષનુ ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવશે..આ વર્ષે મહાનગરપાલિકાની ચૂંટણી વર્ષ હોવાથી વેરમાં વધારો નહી કરવામાં આવે તેવી અટકળો ચર્ચાઈ રહી છે. તો બીજી તરફ અમદાવાદના AMCના ડ્રાફ્ટ બજેટનાં કદની વાત કરવામાં આવે તો ૧૬૦૦0 કરોડ ની આસપાસ હશે. 

 સ્પોર્ટ્સ માટે વિશેષ બજેટ ફાળવવામાં આવશે

કોમનવેલ્થ ગેમ અને અન્ય ગેમને ધ્યાનમાં રાખી સ્પોર્ટ્સ માટે વિશેષ બજેટ ફાળવવામાં આવશે. હેરિટેજ સીટી નું ટેગ મળ્યું છે ત્યારે હેરિટેજને જાળવવા માટે ખાસ આયોજન કરવામાં આવશે. નવા બ્રિજની જોગવાઈ કરવામાં આવશે.

AMTSનું બજેટ થયું રજૂ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વર્ષ 2026 માટે સુધારા સાથેનું 1,011 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા 991 કરોડના મૂળ બજેટમાં કમિટીએ  20 કરોડના મહત્વના સુધારા ઉમેર્યા છે, જેમાં ખાસ કરીને પ્રદૂષણ મુક્ત પરિવહન અને મુસાફરોની સુવિધા પર ભાર મુકાયો છે. આ બજેટ અંતર્ગત શહેરમાં નવી 4 ઇલેક્ટ્રિક એસી ડબલડેકર બસો અને ચાર્જિંગ સુવિધા ઊભી કરાશે, તેમજ પ્રથમ તબક્કામાં 70 એસી બસોમાં એર પ્યોરિફિકેશન સિસ્ટમ લગાવવામાં આવશે. આ ઉપરાંત, જમાલપુર ડેપો ખાતે 50 વર્ષ જૂનું જર્જરિત સ્ટોર બિલ્ડિંગ  3 કરોડના ખર્ચે નવું બનાવાશે અને AI આધારિત ડાયનામિક શિડ્યુલિંગ સોફ્ટવેર પાછળ  3 કરોડનો ખર્ચ કરાશે. 

આ સમાચાર શેર કરો