સુરતમાં યુવકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ, યુવતી તાબે ન થતા તિક્ષણ હથિયારથી મારી નાખવાની આપી ધમકી
અમરોલી વિસ્તારમાં પિતરાઈ ભાઈને ઘરે રહેતી યુવતીને ઓડિશાના યુવકે ચપ્પુની અણીએ અ

અમરોલી વિસ્તારમાં પિતરાઈ ભાઈને ઘરે રહેતી યુવતીને ઓડિશાના યુવકે ચપ્પુની અણીએ અપહરણ કરી વરાછાના ત્રિકમનગરમાં એક રૂમમાં રાખી અવાર નવાર બળાત્કાર કર્યો હતો. તેમજ શુક્રવારે સવારે યુવતી તેના ચુંગાલમાંથી વસ્તાદેવડી રોડ પાસેથી પસાર થતી હતી. તે વખતે સાથે લઈ જવા માટે જબરજસ્તી કરી હતી. પરંતુ યુવતી તેના તાબે નહી થતા તેના ગળાના ભાગે બ્લેડ મુકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે રાહદારીઓએ યુવકને પ્રતિકાર કરતા તે ઉશ્કેરાઈને રાહદારીને બ્લેડના ઘા ઝીંકી નાસી ગયો હતો.
પિતરાઈના ઘરે રહેતી હતી
ઓડિશાના ગંજામ જિલ્લાના ગંજા તાલુકાના ખાંડદેવડી ગામમાં રહેતો દીપુન રાજુભાઈ જૈના અગાઉ ઓડિશામાં જે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ત્યાં જ એક યુવતી પણ તેની સાથે અભ્યાસ કરતી હતી. જે તે સમયથી જ દીપુન તેની પાછળ પાગલ થયો હતો. દીપુનના ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારજનો ઓડિશાથી સુરત આવી ગયા હતા. યુવતી અમરોલીમાં તેના મોટાબાપાના દીકરાના ઘરે રહેતી હતી. વસ્તા દેવડી રોડ પર ડાયમંડના ખાતામાં કામ કરતી હતી. આ વાતની જાણ દીપુનને થતાં સુરત આવ્યો હતો. યુવતીને ચપ્પુ બતાવી અપહરણ કરી વરાછા ત્રિકમનગર ખાતે એક રૂમમાં તેની સાથે રાખી હતી. દરમ્યાન યુવતી તેના ચુંગલમાંથી ભાગી છુટી હતી.
રાહદારીએ છોડાવતા હુમલો
શુક્રવારે સવારે વસ્તા દેવડી રોડ પાસેથી પસાર થતી વખતે તેની પાસે પહોંચી ગયો હતો. યુવતીને જબરદસ્તી કરી પોતાની સાથે લઈ જવાની કોશિશ કરી હતી. જોકે યુવતીએ પ્રતિકાર કરી હોબાળો મચાવતા લોકો ભેગા થઈ ગયા હતા. જેથી દીપુને પોતાની પાસે રહેલ બ્લેડ કાઢી યુવતીના ગળે મૂકી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે જ એક રાહદારીએ હિંમત કરી યુવતીને છોડાવવા માટે જતા દીપુને રાહદારી પર બ્લેડના ઘા કરી તેને હાથમાં ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી નાખ્યો હતો.
આરોપી ઝડપાયો
જેથી હાજર લોકોમાં વધુ ગભરાટ ફેલાયો હતો. બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવતા મહિધરપુરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચવા નીકળી ગઈ હતી. આ દરમિયાન અન્ય રાહદારીઓએ ભેગા મળીને દીપુન પર હુમલો કરી યુવતીને બચાવી લીધી હતી. જોકે દીપુન લોકોના હાથમાંથી નીકળીને ભાગી ગયો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે ભોગ બનનાર યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નદાખલ કરી ગણતરીના કલાકમાં અરોપી દિપુનની ધરપકડ કરી હતી.








