VIDEO: મહિલાઓની સુરક્ષા માટે યુવકે બનાવ્યુ નિર્ભયા ડિવાઈસ, ઈમર્જન્સીમાં પહોંચશે તાત્કાલિક મદદ
મહિલાઓની સુરક્ષા આજે પણ એક મોટો પડકાર છે, ત્યારે સુરતના એક ૧૮ વર્ષીય પાટીદાર યુવાને આ દિશામાં ક્રાંતિકારી
મહિલાઓની સુરક્ષા આજે પણ એક મોટો પડકાર છે, ત્યારે સુરતના એક ૧૮ વર્ષીય પાટીદાર યુવાને આ દિશામાં ક્રાંતિકારી પગલું ભર્યું છે. ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હરમિત ગોધાણી નામના વિદ્યાર્થીએ એક અત્યંત અનોખું અને અસરકારક 'નિર્ભયા ડિવાઇસ' તૈયાર કર્યું છે, જે મહિલાઓને આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવામાં સહાયભૂત શકે છે. અને આ પ્રકારનું ડિવાઈઝ અત્યાર સુધીમાં પહેલી વખત જોવા મળ્યું છે.
એક વર્ષથી કરતો હતો મહેનત
સમગ્ર ભારતમાં મહિલાઓ આઝાદી પૂર્વક નિર્ભય રીતે ફરી શકે તે માટે સુરતના યુવાને અનોખું અને અદભુત નાનકડું ડિવાઇસ તૈયાર કર્યું છે.છેલ્લા એક વર્ષથી તે આ પ્રોજેક્ટ પર સઘન મહેનત કરી રહ્યો હતો અને આખરે તેણે એક એવું ઉપકરણ બનાવ્યું છે જે મહિલાઓની સુરક્ષા માટે એક નવી દિશા ખોલી શકે છે.આ ડિવાઇસ કદમાં ખૂબ જ નાનું છે, જેથી કોઈપણ મહિલા તેને પોતાની સાથે સરળતાથી રાખી શકે છે. તેને લોકેટ, કીચેન કે પર્સમાં પણ રાખી શકાય છે. મહિલા આ ડિવાઇસને પોતાની સુરક્ષા માટે અત્યંત સરળથી ઉપયોગ કરી શકે છે. જ્યારે પણ કોઈ મહિલા છેડતી, અપહરણ કે બળાત્કારના પ્રયાસ જેવી આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરે છે, ત્યારે તેણે માત્ર આ ડિવાઇસ પરનું એક બટન દબાવવાનું રહે છે.બટન દબાવતાની સાથે જ, ડિવાઇસ સાથે કનેક્ટ કરેલા પરિવારના સભ્યોના મોબાઈલ ફોનમાં એક ઇમરજન્સી એલર્ટ બઝર વાગી ઉઠશે. આ એલર્ટ મળતાની સાથે જ પરિવારજનો સતર્ક થઈ જશે.
કનેક્ટેડ ડિવાઈસમાં જશે લોકેસન
બઝર વાગવાની સાથે જ, કનેક્ટેડ મોબાઈલ ફોન પર મુસીબતમાં મુકાયેલ મહિલાનું લાઇવ લોકેશન, એક ઇમરજન્સી મેસેજ અને વોઇસ કોલ પણ મોબાઈલ ફોન પર વિધિન સેકન્ડમાં પહોંચી જશે. આનાથી પરિવારને મહિલા ક્યાં મુશ્કેલીમાં છે તે તુરંત જાણી શકાશે અને તાત્કાલિક મદદ મોકલી શકાશે. આ ડિવાઇસની એક ખાસિયત એ છે કે એક જ યુનિટને તમે જેટલા ઈચ્છો તેટલા મોબાઈલ ફોન સાથે એકસાથે કનેક્ટ કરી શકો છો. આનાથી પરિવારના ઘણા સભ્યોને એકસાથે એલર્ટ મળી જશે.બટન દબાવવાથી કનેક્ટેડ મોબાઈલમાં "મહિલા આપાતકાલીન સ્થિતિમાં છે" તેવો સ્પષ્ટ મેસેજ અને વોઇસ ફોન પણ આવી જશે. જેનાથી મહિલાને તાત્કાલિક સુરક્ષા મળી રહેશે.
બળાત્કારના આંકડાથી ચિંતિત હતો
આ અનોખું ડિવાઇસ બનાવનાર હરમિત ગોધાણીના જણાવ્યા અનુસાર, વર્ષ 2022 ના મહિલાઓ પર બળાત્કારના જે રીતે ઓફિસિયલી આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ દર 15 મિનિટે એક મહિલા પર બળાત્કાર થઈ રહ્યો છે. જે ખરેખર ખૂબ ચિંતા નો વિષય છે. જેના કારણે મહિલાઓ ઘરની બહાર પણ સુરક્ષિત અનુભવી શકે તે માટે મને આ પ્રકારનું ડિવાઇસ બનાવવાનો વિચાર આવ્યો હતો.આ ડિવાઇસ બનાવવામાં આશરે 1000 રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આ ઓછી કિંમત સામાન્ય લોકો માટે પણ ખરીદવું સામાન્ય બનાવી શકે છે. કદાચ આ પ્રકારનું ડિવાઇસ ભારતમાં સૌપ્રથમ વખત જોવા મળ્યું છે. જે મહિલાઓની સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વ પૂર્ણ સાબિત થઈ શકે છે.
સુરક્ષા કવચ સાબિત થશે
હરમિતનું આ 'નિર્ભયા ડિવાઇસ' મહિલાઓને સુરક્ષાની એક વધારાનું કવચ પૂરી પાડી શકે છે અને તેમને ભયમુક્ત વાતાવરણમાં જીવવામાં મદદરૂપ થઈ શકે છે. હરમીતના પિતા દ્વારા જણાવ્યું 14 વર્ષનો હતો ત્યારથી એની અંદર ક્રિએટિવિટીવ આવી છે, ત્યારે દીકરા દ્વારા ડિવાઇસ બનાવવાનું નક્કી કર્યું હતું.. જેનાથી મહિલાઓને સુરક્ષા કવચ જેવું કામ કરી શકાય...ડિવાઇસ બનાવવા પાછળ છેલ્લા એક વર્ષથી ખૂબ જ મહેનત કરતો હતો, કોઈપણ જગ્યા પર એને સપોર્ટની જરૂર હતી ત્યાં મારા તરફથી સંપૂર્ણ સપોર્ટ રહ્યો છે.






