મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: યુવાનને ST બસે મારી ટક્કર, યુવકને માથામાં અને શરીરના ભાગે પહોંચી ઈજા

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજ્યના રાજકોટમાં એસટી બસના ડ્રાઈવરે બેફામ ડ્રાઈવિંગ કરીને અકસ્માત સર્જોય છે. આ&nb

રાજકોટ: યુવાનને ST બસે મારી ટક્કર, યુવકને માથામાં અને શરીરના ભાગે પહોંચી ઈજા

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજ્યના રાજકોટમાં એસટી બસના ડ્રાઈવરે બેફામ ડ્રાઈવિંગ કરીને અકસ્માત સર્જોય છે. આ  અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.  એસટી બસ ચાલકે યુવકને ફૂટબોલની જેમ ઉછાળ્યો હતો, અને તેના સીસીટીવી સામે આવ્યા છે. ભરચક રોડ પર ST બસ માતેલા સાંઢની જેમ દોડી રહી હતી.

ઈજાગ્રસ્ત યુવાનની ઓળખ  નૈમિષ હિરાણી તરીકે થઈ

ઈજાગ્રસ્ત યુવાનની ઓળખ  નૈમિષ હિરાણી તરીકે થઈ છે. આ યુવાન  રેસકોર્સ રિંગ રોડ પર આઈસક્રિમ પાર્લરમાં નોકરી કરે છે.  જ્યારે તે કામ પરથી પરત ફરી રહ્યો હતો, ત્યારે જામનગર સુરત રુટની એસટી બસના ચાલકે યુવકને ટક્કર મારીને હવામાં ઉછાળ્યો હતો. ત્યારબાદ યુવાન જમીન પર પટકાયો હતો.

જમીન પર પછડાયા બાદ યુવકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી

જમીન પર પછડાયા બાદ યુવકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. યુવાનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે રાજ્યના વિવિધ શહેરોમાં અવારનવાર બેફામ ચાલકો અકસ્માત સર્જીને નિર્દોષનો જીવ લેતા અચકાઈ નથી રહ્યા, ત્યારે હવે એ પણ પ્રશ્ન સામે આવે છે કે ક્યારે અટકશે આ મોતની રફતાર.

આ સમાચાર શેર કરો