મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રસ્તામાં ભરાયેલા વરસાદી પાણીમાં યુવક ગરકાવ, છત્રી પડી જતા લેવા જતા ઊંડા ખાડામાં તણાયો

સુરતના રસ્તાઓ હાલ તળાવ જેવા બની ગયા છે. ત્યારે આ પાણીમાં એક યુવક ગરકાવ થઈ ગયો હતો. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ક

સુરતમાં રસ્તામાં ભરાયેલા વરસાદી પાણીમાં યુવક ગરકાવ, છત્રી પડી જતા લેવા જતા ઊંડા ખાડામાં તણાયો

સુરતના રસ્તાઓ હાલ તળાવ જેવા બની ગયા છે. ત્યારે આ પાણીમાં એક યુવક ગરકાવ થઈ ગયો હતો. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતો યુવક રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો. હાથમાં રહેલી છત્રીએ અચાનક નીચે પડી ગયા બાદ તેને લેવા જતા પોતે ઊંડા પાણીમાં તણાઈ ગયો હતો. જેને શોધવા માટે ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

છત્રી લેવા જતા દુર્ઘટના

ગોડાદરા વિસ્તારમાં આવેલા કેપિટલ સ્ક્વેર બિલ્ડીંગની સામેની સાઈડ તરફ જતો રસ્તો છે. અહીં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતો એક યુવક જઈ રહ્યો હતો. એ દરમિયાન પોતાના હાથમાં રહેલી છત્રી અચાનક નીચે પડી ગઈ હતી. આ છત્રીને લેવા માટે યુવક તેની પાછળ ગયો અને નજીકમાં રહેલા ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

શોધખોળ શરૂ

ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, હાલ યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રસ્તામાં ખૂબ પાણી ભરાયેલું હોવાથી યુવક રસ્તા અને ઊંડા ખાડા વચ્ચેનો ભેદ સમજી ન શક્યો હોય તે રીતે ઊંડા પાણીમાં ગરક થઈ ગયો છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવકની શોધખોળમાં સમય લાગી રહ્યો છે.

આ સમાચાર શેર કરો