મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જીવલેણ મશ્કરી? : યુવકે ગુદાના ભાગે હેવી પ્રેશર મશીનથી હવા ભરતા પિતરાઈ ભાઈનું મોત

Mehsana News : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડુ ગામ નજીક લાયકા હેવી મેટલ ન

જીવલેણ મશ્કરી? : યુવકે ગુદાના ભાગે હેવી પ્રેશર મશીનથી હવા ભરતા પિતરાઈ ભાઈનું મોત

Mehsana News : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડુ ગામ નજીક લાયકા હેવી મેટલ નામની કંપનીમાં કામ કરતા એક મજૂર યુવકનું મોત થયું છે. આ યુવકનું મોત કોઈ અકસ્માત કે જીવલેણ હુમલાથી નહીં પણ તેના જ પિતરાઈ ભાઈએ કરેલી મશ્કરીથી થયું છે. મૃતક યુવક સાથે તેના પિતરાઈ ભાઈએ કરેલી મશ્કરી આખરે જીવલેણ નીવડી છે. 

ગુદાના ભાગે હેવી પ્રેશર મશીનથી હવા ભરતા યુવકનું મોત

પ્રકાશ નામનો યુવક અને તેનો પિતરાઈ ભાઈ બંને વડુ ગામ નજીક લાયકા હેવી મેટલ નામની કંપનીમાં સાથે કામ કરતા હતા. આજે કંપનીમાં જ મશ્કરી કરતા પ્રકાશના પિતરાઈ ભાઈએ કંપનીમાં પ્રેશર પાઇપથી હવા ભરવાના પાઇપથી પ્રકાશના ગુદાના ભાગે હવા ભરી હતી. આ દરમિયાન પ્રકાશના શરીરમાં અંદરના ભાગે ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. 

યુવકે મશ્કરીમાં આ કૃત્ય કર્યું કે હત્યાના ઈરાદે? 

ઘટનાની જાણ થતા નંદાસણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં મૃતકના પિતરાઈ ભાઈએ મશ્કરીમાં આ કૃત્ય કર્યું છે કે પછી હત્યા કરવાના ઈરાદે જાણી જોઈને આવું કર્યું છે એ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. 

આ સમાચાર શેર કરો