મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VALSAD / રેલવે સ્ટેશન પર યુવાને ટ્રેન સામે કુદી કર્યો આપઘાત

Valsad News : વલસાડ રેલવે સ્ટેશન પર પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન સામે

VALSAD /  રેલવે સ્ટેશન પર યુવાને ટ્રેન સામે કુદી કર્યો આપઘાત

Valsad News : વલસાડ રેલવે સ્ટેશન પર પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન સામે યુવાને પડતું મૂકી જીવન ટુંકાવી લીધું હતું. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. બનાવને પગલે ઘટના સ્થળે GRP પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. 

પોલીસ સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ, વલસાડ રેલવે તારીખ 18-09-2024ના રોજ સ્ટેશન પર સાંજે 7:40 વાગ્યા આસપાસ પ્લેટફોર્મ નંબર 2 પર એક યુવાક ઊભો હતો. તે સમયે મુંબઈ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી સંપર્ક ક્રાંતિ ટ્રેનની સામે યુવાને ઝંપલાવ્યું હતું. ટ્રેનની અડફેટે સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

આ સમગ્ર ઘટના વલસાડ રેલવે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે આ યુવાન કોણ છે, અને ક્યાંથી આવ્યો છે. તે હજી સુધી જાણી શકાયું નથી અને તેની પાસેથી કોઈ ઓળખકાર્ડ  ન મળવાને કારણે તેની ઓળખ થઈ શકી નથી. તેની ઉંમર આશરે 30 થી 35 વર્ષની તેમજ શરીરે મધ્યમ બાંધાનો હોવાનું જણાયું હતું. હાલ તો GRP પોલીસે આ અજાણ્યો યુવક કોણ છે તેની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો