મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ / કોલેજીયન યુવતીને બ્લેકમેલ કરી 5 લાખ માંગનાર યુવક-યુવતીની ધરપકડ

Rajkot News રાજકોટમાં કોલેજીયન યુવતીને બ્લેકમેલ કરી 5 લાખ માંગનાર યુવક-યુવતીની પોલીસે ધરપકડ કરી છે

રાજકોટ / કોલેજીયન યુવતીને બ્લેકમેલ કરી 5 લાખ માંગનાર યુવક-યુવતીની ધરપકડ

Rajkot News રાજકોટમાં કોલેજીયન યુવતીને બ્લેકમેલ કરી 5 લાખ માંગનાર યુવક-યુવતીની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીમાં યુવક એ પયુવતીનો પ્રેમી છે અને આરોપી યુવતી યુવકની અન્ય પ્રેમિકા છે. 

રાજકોટમાં રહી કોલેજ કરતી યુવતી સાથે તેના પ્રેમીએ લગ્નની લાલચ આપી હોટલમાં શારીરિક સંબંધ બાંધી ખબર ન પડે તેમ વિડિયો  બનાવ્યો હતો. થોડા દિવસ બાદ યુવતીને તેના પ્રેમીની અન્ય પ્રેમિકાએ વિડિયો મોકલી બ્લેકમેઇલ કરી હતી અને રૂ.5 લાખની માંગણી કરી હતી, અને સાથે ધમકી આપી હતી કે જો 5 લાખ નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેશે. 

ભોગ બનનાર યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પ્રેમી તુષાર વાજાણી તથા પ્રેમીની અન્ય  પ્રેમિકા કોમલ દાફડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બંનેની ધરપકડ કરી છે. 

પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ યુવક-યુવતીએ આગાઉ કોઈ યુવતીને આવી રીતે બ્લેકમેલ કરીને નાણા પડાવ્યાં છે કે નહીં. 

આ સમાચાર શેર કરો