ગોધરા: સરદાર વલ્લભભાઈ પટેલ જે કોર્ટમાં વકીલાત કરતા તે કચેરી બદ્તર હાલતમાં, તંત્રને સારસંભાળમાં રસ જ નથી?
ગુજરાતના પંચમહાલના ગોધરા ખાતે આવેલી જૂની પ્રાંત કચેરી જાળવણીના અભાવે હાલત બદતર જોવા મળી હતી. આ પ્રાંત&

ગુજરાતના પંચમહાલના ગોધરા ખાતે આવેલી જૂની પ્રાંત કચેરી જાળવણીના અભાવે હાલત બદતર જોવા મળી હતી. આ પ્રાંત કચેરી સાથે સરદાર વલ્લભભાઈ પટેલનો પણ નાતો જોડાયેલો છે. સરદાર વલ્લભભાઈ પટેલે આજ કચેરીમાં જે તે સમયે કોર્ટ ચાલતી હતી તે દરમિયાન પોતાની વકીલાતની શરૂઆત પણ આ કચેરીમાંથી કરી હતી.
કચેરીની જાળવણી બદવે ગુનામાં ઝડપાયેલા વાહનોને ભંગાર હાલતમાં મૂક્યા
આ કચેરીની જાળવણી કરવાના બદલે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનામાં ઝડપાયેલા વાહનો કચેરીની બહાર જ મુકી દેવામાં આવ્યા છે. કચેરીની આસપાસ જે વાહનો મૂકવામાં આવ્યા તે પણ કાટમાળમાં ફેરવાઈ ગયા છે.
કચેરીની જાળવણીની માંગ શહેરીજનોએ ઉપાડી
ત્યારે હવે આ કચેરીની જાળવણી કરવામાં આવી તેવી માંગ શહેરીજનોમાંથી માંગ ઉઠી છે. ત્યારે હવે તંત્ર આ મામલાનો નિવેડો ક્યારે લાવશે તે હવે જોવાનું રહ્યું.






