મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ‘વર્લ્ડ મેડિટેશન ડે’ની થશે ઉજવણી,નિ:શુલ્ક ધ્યાન સત્રોનું થશે આયોજન

યુનાઇટેડ નેશન્સ દ્વારા ધ્યાન અને તેના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્ષ 2024 થી દર વર્ષ

સુરતમાં ‘વર્લ્ડ મેડિટેશન ડે’ની થશે ઉજવણી,નિ:શુલ્ક ધ્યાન સત્રોનું થશે આયોજન

યુનાઇટેડ નેશન્સ દ્વારા ધ્યાન અને તેના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્ષ 2024 થી દર વર્ષે 21 ડિસેમ્બરને ‘વર્લ્ડ મેડિટેશન ડે’ એટલે કે ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિશ્વભરના તમામ લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ થાય એ ઉમદા હેતુથી ‘વર્લ્ડ મેડિટેશન ડે’ ઉજવવામાં આવશે. 

આ પણ વાંચોઃ સુરતમાં વાહન ચેકિંગમાં મળ્યું 9 કરોડનું સોનું, કારમાં કાપડની આડમાં લઈ જવાતું હતું ગોલ્ડ

ટ્રેનર્સ દ્વારા અભ્યાસ કરાવાશે

21 ડિસેમ્બર,2024 ના રોજ ‘વર્લ્ડ મેડિટેશન ડે’ નિમિત્તે હાર્ટફુલનેસ સંસ્થાના સુરત સેન્ટર દ્વારા શહેરીજનો માટે દિવસ દરમિયાન અલગ-અલગ સમયે નિ:શુલ્ક ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્થાના પ્રશિક્ષિત ટ્રેનર્સ દ્વારા ઈચ્છુક નાગરિકોને ધ્યાન શીખવવામાં આવશે. આ ધ્યાન સત્રો સવારે 7:30 થી 8:30 કલાક, સવારે 9:00 થી 10:00 કલાક તેમજ સાંજે 4:00 થી 5:00 કલાક અને સાંજે 5:30 થી 6:30 કલાકે રહેશે. ધ્યાન સત્રોમાં ઈચ્છુક નાગરિકો હાર્ટફુલનેસ  ઇન્સ્ટિટયૂટ, 327, રાજ વર્લ્ડ, પાલનપુર કેનાલ રોડ, સુરત ખાતે ઉપરોક્ત સમયે ભાગ લઈ શકશે. 

નિઃશુલ્ક ધ્યાન કરાવાશે

અત્રે ઉલ્લેખનીય છે કે ધ્યાન દ્વારા તણાવ અને ચિંતાથી મુક્તિ  મેળવી શકાય છે. તેમજ નિયમિત ધ્યાનના અભ્યાસથી વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. ધ્યાન દ્વારા જીવનમાં સંતુલન સ્થાપિત કરી શકાય છે. ધ્યાન એ સ્વાસ્થ્ય અને સુખાકારી માટેની પ્રાચીન પદ્ધતિ છે. જેના નિયમિત અભ્યાસથી ભાવાત્મક સંતુલન સાધી શકાય છે. આથી તમામ નાગરિકોને આ નિ:શુલ્ક ધ્યાન સત્રોમાં ભાગ લેવા માટે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.

આ સમાચાર શેર કરો