મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિશ્વ આદિવાસી દિવસ, છોટાઉદેપુરના કલાકારની પથ્થર, માટી અને લાકડા પરની કળા જોઈને ભલભલા પોકારે છે આફરીન

કહેવાય છે કે, કલાકાર બનતો નથી પણ કલાકાર જન્મ લે છે. કોઈ કાગળ ઉપર ચિત

વિશ્વ આદિવાસી દિવસ, છોટાઉદેપુરના કલાકારની પથ્થર, માટી અને લાકડા પરની કળા જોઈને ભલભલા પોકારે છે આફરીન

કહેવાય છે કે, કલાકાર બનતો નથી પણ કલાકાર જન્મ લે છે. કોઈ કાગળ ઉપર ચિત્રો દોરે છે. જેને આપણે ચિત્રકાર કહીએ છીએ. કોઈ માટીમાંથી મૂર્તિ બનાવે તેને મૂર્તિકાર કહીએ છીએ. જે પથ્થરને કોતરી તેમાંથી શિલ્પ બનાવે તેને શિલ્પકાર કહીએ છીએ. પરંતુ આ તમામ કલાકારોનું સમન્વય ધરાવતો કલાકાર છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારના ગુનાટા ગામમાં જોવા મળે છે.

મામા પાસેથી મળ્યો વારસો 

આજે સમગ્ર દુનિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી થઈ રહી છે. ત્યારે પોતાની કળાના માધ્યમથી આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે તેણે એવી અનેક કૃતિઓ બનાવી છે. જેને જોઈને મંત્ર મુગ્ધ થઈ જવાય છે. મધ્યપ્રદેશની સરહદે આવેલ ગુનાટા ગામે રહેતો મલ્ટી ટેલેન્ટેડ મેહુલ રાઠવા પોતાના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાને લઈ તેણે પોતાનો અભ્યાસ ધોરણ 10 પછી છોડી દેવા મજબૂર બનવું પડ્યું. મેહુલ રાઠવાના પરિવારમાં મેહુલ સહિત તમામ પરિજનો સિકલસેલ એનિમિયા નામની બીમારીથી પીડિત છે. મેહુલને નાનપણથી જ ચિત્રો દોરવામાં રસ હતો. કારણ કે મેહુલના મામા માનસિંગભાઈ રાઠવા પીઠોરા ચિત્રના એક નામી લખારા છે. એટલે જ તેના લોહીમાં જ એક કલાકારનું સિંચન થયું હતું.

થ્રી ડાયમેન્શનમા બનાવી આકૃતિ

મેહુલે ધોરણ 10 બાદ ભલે પોતાનો અભ્યાસ છોડી દીધો પણ તેનામાં છુપાયેલા કલાકારે તેને તેની કલાથી વિલિપ્ત થવા ન દીધો. વિષમ પરિસ્થિઓમાં પણ મેહુલ ઘરે પોતાના પરિવારની સેવા કરવાની સાથે સમય મળે ત્યારે કેનવાસ ઉપર પીઠોરા લખવાનું કામ કરે છે. સાથે સાથે માટીમાંથી પથ્થરને કોતરીને તો લાકડાને કોતરીને આદિવાસી સંસ્કૃતિ તેની રહેણી કરણીને ઉજાગર કરતી મૂર્તિઓ બનાવે છે. પોતાના જર્જરિત કાચા માટીના મકાનમાં તેણે આગળની ઓસરીની એક દીવાલ ઉપર માટીમાંથી થ્રી ડાયમેનશનમાં અલગ અલગ આકૃતિઓ બનાવી છે.

કળાને મળ્યુ સન્માન

વર્ષ 2020મા તેણે પોતાના ગામની કોતરના કિનારે માટીમાંથી આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની આબેહૂબ વિશાળ આકૃતિ બનાવી હતી. જેને નિહાળવા તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી IAS મિહિર પટેલ પહોંચ્યા હતા. મેહુલની કળાને બિરદાવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યો હતો. આદિવાસી સંસ્કૃતિ અને ભાષાને ઉજાગર કરતા છોટાઉદેપુરના તેજગઢ ખાતે આવેલ ભાષા કેન્દ્ર દ્વારા આદિવાસી રાઠવી ભાષા ઉપર લખાયેલ પુસ્તકોમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા જે ચિત્રો દર્શાવાયા છે એ તમામ ચિત્રો મેહુલ રાઠવાએ દોરેલા છે.

યોગ્ય પ્લેટફોર્મની જરૂર

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ માટે પોતાના જીવનને સમર્પિત કરનાર મેહુલ રાઠવાની કલા ખરેખર પ્રસંશા પાત્ર તો છે. જ પણ પોતાની કલાને ઉજાગર કરવા મેહુલ રાઠવાને યોગ્ય પ્લેટફોર્મ મળે તો મેહુલ રાઠવામાં છુપાયેલ કલા ન માત્ર રાજ્યકક્ષાએ પણ દેશવિદેશમાં સોળે કળાએ ખીલી ઉઠે એમ છે.

આ સમાચાર શેર કરો