મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્પોર્ટસમેન સ્પીરીટ અને વિમેન એમ્પાવર્મેન્ટને લઈને સુરતમાં બે દિવસીય મહિલા બોક્સ ક્રિકેટ યોજાઈ

સુરતમાં સ્પોર્ટસમેન સ્પીરીટ અને વિમેન એમ્પાવર્મેન્ટને લઈને બે દિવસીય મ

સ્પોર્ટસમેન સ્પીરીટ અને વિમેન એમ્પાવર્મેન્ટને લઈને સુરતમાં બે દિવસીય મહિલા બોક્સ ક્રિકેટ યોજાઈ

સુરતમાં સ્પોર્ટસમેન સ્પીરીટ અને વિમેન એમ્પાવર્મેન્ટને લઈને બે દિવસીય મહિલા બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્વેલરી શો દ્વારા સુરત મહિલા બોક્સ ક્રિકેટ લીગનું  ડી વીલા પાલ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓની અલગ અલગ ટીમો ભાગ લીધો હતો.

મહાનુભાવોએ મહિલાઓને પ્રોત્સાહિત કરી
 
વિમેન્સ બોક્સ ક્રિકેટ લીગના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભક્તિ ઠાકર (ડીસીપી જોન એક વરાછા સુરત પોલીસ) , ગીતાબેન શ્રોફ ( સમાજસેવિકા) , અમિતા વાનાની ( ડીસીપી ટ્રાફિક સુરત પોલીસ), નિખિલ મદ્રાસી (ઉપાધ્યક્ષ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ) હાજર રહ્યા હતા.  આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નિલેશ સોની (તુલજા ભવાની જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ) , કૃણાલ સંઘવી (અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ), કમલેશ ખોડેજા (સંતોષ બેકરી), જીગર કતારગામવાલા (વૈષ્ણોદેવી ગ્રુપ ) , ચેતન અગ્રવાલ  (જસ્મીન આર્ટ ગેલેરી ), જૈનિસ સોની (પર્પલ સલૂન વેલનેસ), ડોક્ટર પાયલ મોદી (ઔરૂમ ફિઝિયોથેરાપી એન્ડ પેન ક્લિનિક ), નિત્યા વીજ (પ્રોજેક્ટ ઇન્ચાર્જ અનિશ યુવા ટીમ ) હાજર રહ્યા હતા. 

સૌ કોઈ થયા રોમાંચિત

આયોજક રીકીન વ્યાસે જણાવ્યું હતું કે આ મહિલાઓ માટેની બોક્સ ક્રિકેટ લીક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ સ્પોર્ટ્સમેનશિપ અને વિમેન એનપાવરમેન્ટ માં આગળ વધે તે છે. આ રોમાંચક કાર્યક્રમમાં તમારી હાજરી અમારા માટે સન્માનિત રહેશે તમારી ઉપસ્થિતિ મહિલા બોક્સ ક્રિકેટ લીગમાં મહત્વપૂર્ણ ફાળો આપશે. 

આ સમાચાર શેર કરો