મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHARUCH : નર્મદામૈયા બ્રિજ પરથી મહિલાએ નદીમાં ઝંપલાવ્યું, જાણો પછી શું થયું

Bharuch News : ભરૂચમાં ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા નદી પરના નર્મદામૈયા બ્રિજ પરથી

BHARUCH : નર્મદામૈયા બ્રિજ પરથી મહિલાએ નદીમાં ઝંપલાવ્યું, જાણો પછી શું થયું

Bharuch News : ભરૂચમાં ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા નદી પરના નર્મદામૈયા બ્રિજ પરથી કૂદીને મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્થાનિક નાવિકોએ આ દૃશ્ય જોતા નદીમાં કૂદીને મહિલાને સુરક્ષિત બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. 

ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો એ અંગે તપાસ હાથ ધરી હતી. 

મહિલા અંકલેશ્વર GIDCમાં આવેલા ગોલ્ડન પોઇન્ટ ખાતે રહેતી  હોવાનું જાણવા મળ્યું છે. મહિલાએ પારિવારિક કારણોસર અંતિમવાદી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે, પરંતુ આ મામલે બી ડિવિઝન પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ઠક્કરનગરમાં નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી, બાથરૂમની છત પર મળ્યો મૃતદેહ

4 નવેમ્બર 2024 સુધી નર્મદામૈયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

ભરૂચ-અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજની બાજુમાં નર્મદામૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પરંતુ બ્રિજ ઉપર ભારે વાહનોની પણ અવરજવર રહેતા વારંવાર અકસ્માતની ઘટનાઓના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, આ પ્રતિબંધ વધુ ત્રણ મહિના લંબાવીને 4 નવેમ્બર 2024 સુધી લાગુ કરવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો