મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ઠક્કરનગરમાં નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી, બાથરૂમની છત પર મળ્યો મૃતદેહ

અમદાવાદમાં ફરીથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી છે. નિષ્ઠુર માતાએ પોતાના કાળજાના કટકાને તરછોડી દીધું છે.

અમદાવાદ: ઠક્કરનગરમાં નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી, બાથરૂમની છત પર મળ્યો મૃતદેહ

અમદાવાદમાં ફરીથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી છે. નિષ્ઠુર માતાએ પોતાના કાળજાના કટકાને તરછોડી દીધું છે. અમદાવાદમાં ધનતેરસની મોડી રાત્રે નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. સ્થાનિકોએ નવજાતના માતા પિતા પર ફિટકાર વરસાવી હતી.

મૃત બાળકી બાથરૂમના છત પરથી મળી

શહેરના ઠક્કરનગર વિસ્તારના અંબિકા ચોક પાસે મૃત બાળકી મકાનની બહાર આવેલા બાથરૂમના છત પરથી મળી આવી હતી. સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

કૃષ્ણનગર પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો

કૃષ્ણનગર પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. તો બીજી તરફ બાળકીને કોણ તરછોડી ગયું તે દિશામાં પણ તપાસ આદરી હતી.

આ સમાચાર શેર કરો