કચ્છ : આડેસર PHCમાં ડોક્ટરના અભાવે પ્રસુતાની કસુવાવડ, મૃત બાળક જન્મ્યું
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે રાતે પ્રાથમિક આરોગ

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે રાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર જ પ્રસુતાની કસુવાવડ થઇ, જેમાં પ્રસુતાને મૃત બાળક જન્મ્યું હતું.
રાપર તાલુકાના આડેસર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી કાયમી ડોક્ટર નથી. બાજુના ભીમાસર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબ ડૉ.દર્શનાબેન શ્રીમાળી ચાર્જમાં છેલ્લા છ મહિનાથી આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવે છે. પણ તેઓ અતિભારે વરસાદની પરિસ્થિતિમાં તેમજ અતિરોગચાળાની પરિસ્થિતિમાં સતત ગેર હાજર રહે છે.
આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટર ન હોવાના કારણે ગ્રામજનોને ખુબ હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે મીડિયામાં ખૂબ પ્રત્યાઘાતો પડ્યાં હતા, છતાં કોઈ પગલાં ન લેવાતા ડોક્ટરના ભાવે પ્રસુતાની કસુવાવડ થઇ છે.
આ પણ વાંચો : અમરેલીના વડીયામાં 4 નરાધમોએ 21 વર્ષીય યુવતી પર કર્યો ગેંગરેપ, 2ની ધરપકડ
એક તરફ રાપર તાલુકાનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ કરાયો છે અને આરોગ્ય સુવિધા માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ આડેસરમાં બનેલી ઘટનાએ સ્થાનિકે લોકોને હચમચાવી નાખ્યા છે કારણકે પરિવાર ઈકો ગાડીમાં પ્રસુતાને લઈને આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવ્યો પણ અહીં ડોકટર સહિત કોઈ સ્ટાફ હાજર ન હતો પરિણામે કસુવાવડ થઈ હતી.
આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર ઈકો ગાડીમાં એક મહિલાને ડિલિવરી થવા છતાંય ત્યાં કોઈ સ્ટાફ કે ડોક્ટર ન આવતા માનવતાને શરમાવે તેવી ઘટના બની. નજીકમાં ઉભેલી 108નાં સ્ટાફે મહિલાની પીડાને સમજીને તાત્કાલિક જરૂરી સારવાર કરી હતી.
વિડિઓમાં સર્ગભા માટે સ્ટેચર પણ મહિલાના સંબંધી લાવતા નજરે પડે છે તો જે સર્ગભાને કસુવાવડ હોસ્પિટલની બહાર થઈ જેમાં બાળક મૃત જન્મ્યું હોવાનું જાણવા મળ્યું છે.








