મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કૌટુંબિક જેઠ સાથે નિકાહની ના પાડી, જેઠના પુત્રો અને જમાઈએ છરી હુલાવી દેતાં પરિણીતાનું મોત

રાજકોટમાં 35 વર્ષીય પરિણીતાની હત્યાની ઘટના સામે આવી છે. ત્રણ સંતાનો સાથે રહેતી પરિણીતાની હત્યા કરવામાં

કૌટુંબિક જેઠ સાથે નિકાહની ના પાડી, જેઠના પુત્રો અને જમાઈએ છરી હુલાવી દેતાં પરિણીતાનું મોત

રાજકોટમાં 35 વર્ષીય પરિણીતાની હત્યાની ઘટના સામે આવી છે. ત્રણ સંતાનો સાથે રહેતી પરિણીતાની હત્યા કરવામાં આવી છે. કૌટુંબિક જેઠના પુત્ર અને જમાઈ દ્વારા ગત તારીખ 14મી નવેમ્બરે છરીના ઘા ઝીંકીને મહિલા પર હુમલો કર્યો હતો. છરીના ઘા લાગતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેનું સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ થયું છે.

આ પણ વાંચોઃ પાટણઃ 1.20 લાખમાં બાળકનો સોદો, ખરીદનારે 51 રૂપિયા ટોકન આપ્યું, પછી આ રીતે ફુટ્યો ભાંડો! 

જણાવી દઈએ કે, મૃતક રેશમા બેલીમના લગ્ન 2005માં આસિફ સમા સાથે થયા હતા. ત્યાર બાદ દોઢ વર્ષ પહેલાં પતિ સાથે છૂટા છેડાં થયા પછી કૌટુંબિક જેઠ મહેબૂબ સમા સાથે નીકાહની વાત ચાલતી હતી. મહેબૂબ રેશમાના સંતાનોને સ્વીકારવા તૈયાર ન હતો જેથી અવર નવર ઝગડો થતાં નીકાહ નહિ કરવાનો  રેશ્માએ નિર્ણય લીધો હતો. 

રેશમાના નિર્ણય બાદ ગત 14 તારીખે કૌટુંબિક જેઠનો પુત્ર ટીપુ અને સોહિલ સહિત પાંચ આરોપીઓએ તેના ઘરે જઈ છરીના ઘા ઝીંક્યા હતા. આ ઘટના વખતે પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી 4 શખ્સની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. પરંતુ ગત રોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રેશમા યુનુસભાઈ બેલીમનું મૃત્યુ થતાં ઘટના હત્યામાં પરિણમી હતી. બી ડિવિઝન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો