BHAVNAGAR / BHAVNAGAR / ગણપતિ વિસર્જન કરવા ગયેલી મહિલાનું થયું મોત, એકને ઇજા, જાણો વિગત
Bhavnagar News : ભાવનગરમાં ગણેશ વિસર્જન કરવા ગયેલી મહિલાનું આઇસર ટ્રક માંથી પડી જતા કરૂણ મોત થયું છે, જયારે આ ઘટનામાં

Bhavnagar News : ભાવનગરમાં ગણેશ વિસર્જન કરવા ગયેલી મહિલાનું આઇસર ટ્રક માંથી પડી જતા કરૂણ મોત થયું છે, જયારે આ ઘટનામાં એકન વ્યક્તિને ઇજા થઈ છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના તરસમીયા ખાતે રહેતા જલ્પાબેન મહેશભાઈ મકવાણા અને જાગૃતીબેન જયંતીભાઈ મકવાણા બંને આજે ગણપતિ વિસર્જન કરવા તેમના વિસ્તારના લોકો સાથે આઈશર ટ્રકમાં જઈ રહ્યા હતા ત્યારે ઘોઘાના પીપળીયા પુલ પાસે આઇસરમાંથી પડી જતા જલ્પાબેનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે જાગૃતિબેનને ઈજા થતા તેમને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવને લઈને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કલકત્તામાં ડોક્ટર પર બળાત્કાર અને મર્ડરની ઘટના બાદ સમગ્ર દેશમાં ડોક્ટર પરના હુમલાઓ અંગે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે તેવામાં ભાવનગરમાં ડોક્ટર પર હુમલાની ઘટના ઘટી છે. સિહોરમાં ખાનગી હોસ્પિટલમાં આ ઘટના બની છે.
સિહોરની ખાનગી શ્રેયા હોસ્પિટલમાં દર્દીના સગાએ હોસ્પિટલના ડોક્ટરને ઢોર માર માર્યો છે. આ સમગ્ર ઘટના 12-9-2024ની છે.દર્દી સાથે આવેલ વ્યક્તિને ચપ્પલ બહાર ઉતારવાનું કહેતા ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. દર્દીના સગાએ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા ડોક્ટર જલદીપસિંહ ગોહિલ ઉપર હુમલો કરી માર માર્યો હતો. ડોક્ટર પર હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે.








