મહિલા કાઉન્સિલરે કમિશનરને પત્ર લખી અલ્તાફ બાસી અને પોલીસની મિલીભગતને ખુલ્લી પાડી
અમદાવાદ : ચારતોડા કબ્રસ્તાનનો વિવાદ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો છે. શહે

અમદાવાદ : ચારતોડા કબ્રસ્તાનનો વિવાદ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો છે. શહેરના ગોમતીપુરના કુખ્યાત અલ્તાફ બાસી અને પોલીસ કર્મચારી કેયુર બારોટ વચ્ચેની સાંઠઘાટ સામે આવી છે.
ગોમતીપુર ગોડના મહિલા કાઉન્સિલરે શહેર પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરી પોતાની રજૂઆત કરી હતી. અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે અલ્તાફ બાસીના તમામ ગેરકાયદેસર ધંધાનો વહીવટ પોલીસ કર્મચારી કેયુર બારોટ કરી રહ્યો છે. અલ્તાફ બાસીએ મહિલા કાઉન્સિલરને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આક્ષેપિત પોલીસ કર્મચારી કેયુર બારોટ શહેર કોટડા પોલીસ સ્ટેશનનો વહીવટદાર હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ફરિયાદી રુખસાનાબાનો હારૂનભાઈ ઘાંચી લેખિત અરજીમાં આક્ષેપ કર્યો છે કે “અલ્તાફખાન જબ્બારખાન પઠાણ ઉર્ફે અલ્તાફ બાસી બુટલેગર છે તેમ જ ખુબજ માથે ભારે તથા ગુંડા તત્વોનો મોટો જૂથ ધરાવતો હોઈ કોઈ પણ વ્યક્તિ ઉપર જાનલેવો હુમલો કરી દે છે. જેના સામે લોકલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેની સામે ગુનો નોધતા પણ ઘબરાય છે.
તા.૧૦/૦૫/૨૦૨૪ ના રોજ ચારતોડા કબ્રસ્તાનની આસ પાસ ત્રણ જગ્યાએ ગુનાહિત કૃત્ય કરેલ અને તે અંગેની ફરિયાદ ગોમતીપુર પો.સ્ટેશનમાં થયેલ છે અને તે જ દિવસે અલ્તાફ બાસી અને તેના મળતિયાઓ સાથે મારા ઘરે સાંજના સમય હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે તેની ફરિયાદી ગોમતીપુર પો.સ્ટેશનમાં કરેલ છે.
અલ્તાફ બાસી ઉપર ઘણા પો.સ્ટેશનમાં ગુનાહો નોંધાયેલા છે અને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જે ધમકીઓ આપે છે હત્યા કરી/કરાવી શકે છે. ગોમતીપુર રખિયાલ બાપુનગર માં રેહતા દરેક સમાજના રહીશોના રક્ષણ માટે બંદોબસ્ત ખુબજ જરૂરી છે, આની ઉપર પાસા ગુંડા ધારા લેન્ડ ગ્રેબીયલ કાયદા મુજબ એટલા ગંભીર ગુનાઓ નોધાઇ ગયેલ છે, જેથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તરત પગલાં લેવાની જરૂર છે.
અમદાવાદના રખિયાલ ગોમતીપુર બાપુનગર સરસપુર વિસ્તારમાં દારૂ ડ્રગ્સ માફિયા ખંડણી જુગાર ગેરકાયદેસરનો કબજાના ધંધાઓ અલ્તાફ બાસી તથા એમની ગેંગ મારફતે ધમધોકાર ચાલી રહેલ છે. વિજીલેન્સ ડીપાર્ટમેન્ટ એ રેડ કરી ત્યાં જુગાર ધામ પકડાયેલ હતો.
અલ્તાફ બાસીનો સંપર્ક ઉત્તરપ્રદેશના કુખ્યાત ડોન અતીક એહમદ સાથે જોડાયેલ હતો તે બાબતે અનેક સમાચારપત્રોમાં સમાચાર પ્રસિદ્ધ થયેલા છે તે જ રસ્તે ચાલી ગુજરાતનો અતીક એહમદ જેવો બનવા જઈ રહ્યો છે અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ કેયુર બારોટ સાથે નજરે જોવા મળેલ છે અને તેમની સાથે બ્લેક કાચની કારમાં જોડે ફરતો રહે છે. જેથી પોલીસ ખાતાની પુરેપુરી માહિતી અલ્તાફ બાસીને સમયસર મળતી રહે છે આ કોન્સ્ટેબલ કેયુર બારોટ અનેક મોબાઇલ નંબર ધરાવે છે અલ્તાફ બાસી અને કેયુર બારોટની કોલ ડીટેલ કઢાવવામાં આવે તો અનેક ષડયંત્ર, ગુનાહિત પ્રવુત્તિઓ જેમ ખંડણી, ભૂ માફિયા, ડ્રગ્સ જેવા ધંધાનો ખુલાસો થઈ શકે છે. અલ્તાફ બાસીની ગેંગ દ્વારા ચારતોડા કબ્રસ્તાનમાં ધાક ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને ૩૫ થી ૪૦ મકાનો ઉપર કબજો કરી ગરીબ લોકોને બેઘર કરેલ છે. અલ્તાફ બાસી અનેક વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડી ચૂકેલ છે. આ રીતે ઉમેદવારી નોંધાવી રાજકીય રીતે પોતાનો વગ બતાવીને દૂર ઉપયોગ કરે છે અને પોલીસ મારું કાંઈ બગાડી શકશે નહીં તેવી ધમકી આપે છે. લોકલ પો.સ્ટેશન અને તેના સ્ટાફને ગાંઠતો જ નથી.”








