અતિભારે વરસાદથી સુરતના આટલા રસ્તા બંધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટનો હેલ્પલાઈન નંબર 24 કલાક કાર્યરત
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભા

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે સુરતના નિચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થાય તેવા સમયે તાત્કાલિક બચાવ કામગીરી તેમજ સ્થળાંતરની કામગીરી કરી શકાય તે માટે કંટ્રોલ હેલ્પલાઇન નંબર 24 કલાક કાર્યરત કરવામાં આવ્યો છે. ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા સતત વરસાદની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
હેલ્પલાઈન નંબર 24 કલાક કાર્યરત
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહીને લઈને સુરતના અલગ અલગ તાલુકાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળ્યો હતો. તો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યુ હોવાના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા વરસાદની તમામ ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત હેલ્પલાઇન નંબર પણ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે. કોઈ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય તો કઈ રીતે રેસ્ક્યુ કરી શકાય અને લોકોને ક્યાં સ્થળાંતર કરી શકાય તે તમામ બાબતો પર પણ કામગીરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
આટલા રસ્તા બંધ
રેડ એલર્ટ બાદ હાલ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દક્ષિણ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ભારે વરસાદના પગલે નદીનું જળ સ્તર પણ વધ્યું છે અને ગ્રામ પંચાયત હસ્તક આવતા 7 રસ્તા પણ બંધ થયા છે. 7 રોડમાં માંડવીના 6 અને માંગરોળના 1 રસ્તાનો સમાવેશ થાય છે. કોઝવે ઓવરટોપિન્ગના કારણે આ 7 રસ્તા બંધ થયા છે અને પાણીનું સ્તર ઉતરતા ફરીથી વાહન વ્યવહાર આ રસ્તા પર શરૂ કરવામાં આવશે.








