મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શું વલસાડને મળશે વંદે ભારત ટ્રેન? સંસદમાં ધવલ પટેલના પ્રશ્નનો રેલ્વે મંત્રીએ આપ્યો જવાબ

હાલ સંસદ ભવનમાં બજેટ સત્ર પર ચર્ચા ચાલી રહી છે. આ

શું વલસાડને મળશે વંદે ભારત ટ્રેન? સંસદમાં ધવલ પટેલના પ્રશ્નનો રેલ્વે મંત્રીએ આપ્યો જવાબ

હાલ સંસદ ભવનમાં બજેટ સત્ર પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા સંસદમાં કેન્દ્રીય રેલવે મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું વલસાડને વંદે ભારત ટ્રેન મળે તેવા કોઈ સંજોગો છે. આ પ્રશ્નનો જવાબ રેલવે મંત્રીએ સદન પર આપ્યો હતો.

બે ટ્રેન દોડે છે

સાંસદ ધવલ પટેલ દ્વારા સંસદમાં પૂછાયેલા પ્રશ્નને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, હાલ મુંબઈથી દોડતી બે વંદે ભારતમાં વલસાડને સ્ટોપેજ આપવામાં આવ્યા છે. તેમ છતાં જો વલસાડને વધારે વંદે ભારતની જરૂરિયાત હશે, તો સાંસદ મને મળીને પોતાની વાત રજૂ કરશે તો કોઈ નીવેડો લાવવામાં આવશે.

ધમાલ વચ્ચે ચર્ચા

સંસદમાં મારે ધમાલ વચ્ચે ચાલતા આ સત્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પ્રશ્ન બાદ સાંસદ ધવલ પટેલ દ્વારા વંદે ભારત ટ્રેનને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જેનો કેન્દ્રીય રેલવે મંત્રીએ જવાબ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો