રાજકોટ: નાની લાખાવડમાં પત્નીએ જ પતિને પતાવી દીધો, હત્યા કરી ફરાર
જસદણના નાની લાખાવડ ગામમાં પત્નીએ જ પતિને પતાવી દીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પત્નીએ તીક્ષ્ણ હથિયાર

જસદણના નાની લાખાવડ ગામમાં પત્નીએ જ પતિને પતાવી દીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પત્નીએ તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા ઝીંકી પતિની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવડ ગામમાં ગત મોડી રાત્રે પત્નીએ ઘાતક હથિયાર વડે પતિની હત્યા કરી નાખી હતી. પતિના અન્ય સ્ત્રી સાથે આડાસંબંધની શંકાને લઈ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ત્યારે ગઈકાલે આ મામલે ઝઘડો થયો હતો. પત્નીએ આવેશમાં આવીને પતિના માથામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પતિનું મોત નિપજ્યું હતું. જોકે, હત્યા કરીને મૃતક વલ્લભભાઈ બાવળીયાની પત્ની ફરાર થઈ ગઈ હતી.
પોલીસે હત્યારી પત્નીને પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સરકારી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે હત્યારી પત્નીને પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.






