મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિકાસની વાતો પછી કરો..નસવાડી પંથકની સગર્ભાઓ આ કારણે છે ચિંતિત, ગામમાં 108નું આવવું પણ દુષ્કર!

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાજપુરા ગામ પાસેથી અશ્વિન નદી

વિકાસની વાતો પછી કરો..નસવાડી પંથકની સગર્ભાઓ આ કારણે છે ચિંતિત, ગામમાં 108નું આવવું પણ દુષ્કર!

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાજપુરા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે. તેના ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગની માલિકીનો વર્ષો જૂનો કોઝવે આવેલો છે. ચોમાસામાં આ ગામ અનેક વખત સંપર્ક વિહોણું બન્યું હતું. જયારે લો લેવલનો કોઝવે તૂટી જતા પંચાયત માર્ગ મકાન વિભાગે આ કોઝ વે લાખો રૂપિયાનો ખર્ચ રીપેરીંગ કરાવ્યું હતું. પરંતુ ફરી વરસાદ પડતા કોઝવેના રીપેરીંગની તમામ કામગીરી ધોવાઈ ગઈ છે. જેથી તે જ સ્થિતિમાં કોઝવે થઇ ગયો છે. આ કોઝવે ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. જયારે રાજપુરા ગામમાં એક મહિલા સગર્ભા છે તેને સાતમોં મહિનો ચાલે છે. જેથી પ્રસુતીના દિવસો નજીક આવી રહ્યાં છે. ત્યારે ગામનો લો લેવલનો કોઝવે તૂટેલો છે. જેથી સગર્ભા મહિલાને દુખાવો થાય ત્યારે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી આવી શકતી નથી. મોટા વાહનો પણ આ કોઝવે પસાર કરી શકતા નથી જેના કારણે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઇ જવા માટે પરિવારજનો ચિંતીત બન્યા છે.

અપંગની સ્થિતિ લાચાર

ગામમાં એક અપંગ પણ રહે છે. તે બીમાર પડે તો તેને પણ ઉંચકીને લઇ જવું પડે તેવી સ્થિતિ છે. જયારે ખેડૂતોને પણ ખેતીની સામગ્રી લાવવા અને લઇ જવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. પ્રાથમિક શાળાના બાળકોને પણ હેરાન થવાનો વારો આવે છે. જેને લઇ આ કોઝવે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તાત્કાલિક રીપેર કરી આપે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જયારે વર્ષોથી લો લેવલનો કોઝવે ઉપર પુલ બનાવી આપવા માટે લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ તંત્રના અધિકારીઓ અને સરકારના નેતાઓ ધ્યાન આપતા નથી અને વિકાસના ગુણગાન ગાય છે.

કાગળો પર થાય છે કામ

કરોડો રૂપિયાની ગ્રાન્ટો વિકાસ માટે ફાળવાઇ છે. પરંતુ, નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં પાકા રસ્તા અને જરૂરિયાત જગ્યા ઉપર પુલો ના બનતા લોકો આજે પણ દુઃખ ભોગવી રહ્યા છે. જયારે તૂરખેડામાં બનેલી ઘટનાને લઇ આ ગામના લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. જયારે અધિકારીઓ પણ કોઈ ઘટના બને અને કોઈનો ભોગ લેવાઈ તેની રાહ જોઈને બેઠા છે. ત્યાર બાદ રિપોર્ટ પાછળ અધિકારીઓ દોડતા થશે અને કાગળો ઉપર તપાસ પતાવી દેશે. જેને લઇ પાણી આવતા પહેલા પાળા બાંધે તે જરૂરી બન્યું છે. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ ઓફિસોના ચેમ્બર છોડી નસવાડી ડુંગર વિસ્તારના ગામોની મુલાકાત લે તેવી લોકો માંગ કરી રહ્યા છે 

આ સમાચાર શેર કરો