મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જયેશ રાદડિયાને કેમ ના મળ્યું મંત્રીપદ, સીઆર પાટીલ કે અમિત શાહ સાથેનો ટકરાવ નડ્યો? 

ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી સમયે સીઆર પાટીલે પ્રદેશ અધ્યક્ષ તરીકેને પોતાના વિદાય ભાષણમાં મારેલ

જયેશ રાદડિયાને કેમ ના મળ્યું મંત્રીપદ, સીઆર પાટીલ કે અમિત શાહ સાથેનો ટકરાવ નડ્યો? 

ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી સમયે સીઆર પાટીલે પ્રદેશ અધ્યક્ષ તરીકેને પોતાના વિદાય ભાષણમાં મારેલો સૂચક ટોણો સૌરાષ્ટ્રના કદાવર નેતા જયેશ રાદડિયાને નડી ગયો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણ સમયે અનેક સૌરાષ્ટ્રના નવા ચહેરાઓ સમાવાયા છે. પરંતુ જયેશ રાદડિયાનું નામ સંભવિતોમાં જ રહી જતાં તેઓએ નારાજગી દર્શાવતા ફોન પણ સ્વીચઓફ કરી નાંખ્યો હતો. 

અમિતભાઈ સાથેનો ટકરાવ નડ્યો?

સહકારી દિગ્ગજ જયેશ રાદડિયાને અગાઉ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના અંગત બિપિન ગોતા સામે ચૂંટણી લડીને તેમને હરાવવાનું ભારે પડ્યું હોય એમ મનાય છે. એ વખતે તેમણે બિપિન ગોતા સામે સૌરાષ્ટ્રના મતદારોની કાર્ટેલ રચી હતી અને બિપિન ગોતાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. મંત્રીમંડળમાં એમનું પત્તુ કાપીને અમિતભાઈએ હિસાબ સરભર કર્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. 
પાર્ટીના મેન્ડેટ ઉપર જ ચૂંટણી લડાવવી જોઇએ-સીઆર પાટીલ

કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કહ્યું કે, જયેશ રાદડિયાની હાજરીમાં જ કહ્યું કે, એક મેન્ડેટ પ્રથા આવી, કેટલાક લોકોને ના ગમ્યુ, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળાઓએ અપપ્રચાર કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઇએ. ધારાસભ્યને શા માટે મેન્ડેટ આપવો જોઇએ, સાંસદને શા માટે મેન્ડેટ આપવો જોઇએ, જે જીતીને આવે તે આપણો. ભાજપ સંગઠન શિસ્ત સાથે બંધાયેલું છે. જ્યારે ચૂંટણી લડતો હોય સહકારી ક્ષેત્રનો હોય તે શિસ્તની દૃષ્ટીએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઇએ કે પાર્ટી ઇચ્છે તે જ લડે.

સીઆર પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જંગી જીત બદલ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. સીઆર પાટીલે કહ્યું કે,જીલ્લા પંચાયતમાં 5 બેઠક હતી કોંગ્રેસ પાસે 26 સીટ હતી આપણે 31 સીટ જીત્યા. 231માંથી 230 સીટ તાલુકા પંચાયતમાં જીત્યા. આ જીતવાની ટેવ ભાજપના કાર્યકર્તાઓને પડી. મેં કહ્યું હતું આપણો જન્મ જીતવા માટે થયો છે તે સંકલ્પ સાથે આગળ વધવું જોઇએ. વડાપ્રધાન મોદીની અપેક્ષા હતી, અમિત શાહના માર્ગદર્શન હેઠળ બધી અપેક્ષાઓ પૂર્ણ કરી શક્યા. 

આ સમાચાર શેર કરો