મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કેમ થયું? નીતિન પટેલે કર્યો ખુલાસો

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલે અનામત આંદોલનને

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કેમ થયું? નીતિન પટેલે કર્યો ખુલાસો

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલે અનામત આંદોલનને લઇને મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે ગુજરાતમાં અનામત આંદોલન કેમ થયું? તેને લઇને જવાબ આપ્યો છે. નીતિન પટેલે કહ્યું કે- બિનઅનામત વાળા વર્ગના વિદ્યાર્થીઓને 90થી 95 ટકા આવતા તોય મેડિકલમાં એડમિશન મળતું નહતું.  બધાને એડમિશન ના મળે એટલે અસંતોષ થાય એટલે આ અનામત આંદોલન થયું હતું.

અનામત આંદોલન કેમ થયું?- નીતિન પટેલ

એક કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, 'આપણા દેશમાં MBBSની સીટો જ નહતી એટલે વિદ્યાર્થીઓ ભણવા માટે રશિયા જતા હતા. અનામત આંદોલન કેમ થયું? અનામત આંદોલન એટલા માટે થયું કારણ કે 90-90 ટકા, 92-95 ટકા માર્ક્સ સામાન્ય વર્ગના બિન અનામત વર્ગના છોકરા-છોકરીઓને આવે તો પણ એમને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં, ભારતમાં ઓછી હતી એટલે એડમિશન મળતું નહતું.મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી બની નવી નવી મેડિકલ કોલેજો ચાલુ કરી. હું આરોગ્ય મંત્રી હતો એટલે મારા હસ્તક જ 10 જેટલી મેડિકલ કોલેજ, હિંમતનગર, વિસનગર, વડનગર, ધારપુર પાટણ હોય કે પછી મોરબી હોય મારા હસ્તક ચાલુ થઇ તોય એડમિશન ફુલ થઇ જતા હતા.'

નીતિન પટેલે કહ્યું કે, 'હવા બધાને એડમિશન લેવા હોય અને ના મળે ત્યારે બહુ ટકા આવ્યા હોય ત્યારે વિદ્યાર્થીને અસંતોષ થાય અને તેના મા-બાપને પણ અસંતોષ થાય એના કારણે આ આંદોલન થયું હતું. તેનો મૂળ ઉપાય મોદી સાહેબે કર્યો અને મેડિકલ સીટો દર વર્ષે 10 હજાર વધારી હતી.'

ગુજરાતમાં થયું હતું અનામત આંદોલન

જુલાઇ 2015માં પાટીદાર સમુદાયના લોકો દ્વારા અન્ય પછાત વર્ગ (OBC)ના દરજ્જા માટે ગુજરાતભરમાં સાર્વજનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આ આંદોલન ચાલ્યું હતું.ભારતીય સંસદમાં 103મો બંધારણીય સુધારો 14 જાન્યુઆરી 2019ના રોજ પસાર કરીને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે 10 ટકા અનામતનો ખરડો પસાર થયો હતો. જે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.ગુજરાત સરકારે પણ સમાન અમલ મૂકવાનો ઠરાવ પસાર કર્યો હતો.

આ સમાચાર શેર કરો