મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઉભા પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ, નુકસાનીના સર્વેની માગ

દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદને લીધે ભારે તારાજી સર્જાઈ છે. અંદાજે 15,000 એકર શેરડીના પાક જમી

ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઉભા પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ, નુકસાનીના સર્વેની માગ

દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદને લીધે ભારે તારાજી સર્જાઈ છે. અંદાજે 15,000 એકર શેરડીના પાક જમીન પર લહેરાઈ રહ્યો છે. ત્યારે હાલ શેરડીમાં સફેદ માખીનો ઉપદ્રવ સામે આવ્યો છે. વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સરવે કરવા માંગ ઉઠી છે. જેથી ખેડૂતોને હાલ પડ્યા પર પાટુની સ્થિતિમાંથી રાહત મળી શકે.
 
3 લાખ એકર પાકને અસર

ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિમંત્રીને અપીલ કરી છે. ભારે વરસાદને લીધે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમા ભારે નુકશાન છે. શેરડીના ઉભેલા 3 લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક પાકને નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડઅસર સર્જાઈ છે. 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે. હજી તેનો વ્યાપ વધી રહ્યો છે.
 
જીવાતની શેરડી પર અસર

વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનાં સર્વે કરવા માંગ કરાઈ છે. સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનું પણ સમાવેશ કરવા માંગ કરાઈ છે. સફેદ માખીનાં કારણે ખેડુતો મોટા નુકસાનમાં ઉતરી ગયા છે. ખેડૂતોની હાલત કફોડી બની છે. ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા, અને બારડોલી સહિતનાં વિસ્તારમાં સફેદ માખીનો કહેર છે. સફેદ માખીની જીવાત શેરડી ઉપર જોવા મળતા ખેડુતો ભયભીત થયા છે. હાલમાં શેરડીનો પાક ઉભો હોય અને તેમાં જતુંનાશક દવાનો છટકાવ કરવાથી આડઅસર ઉભી થતી હોવાથી ખેડુતોની મુશ્કેલી વધી છે.

આ સમાચાર શેર કરો