બકોર પટેલની વાર્તાઓ વાંચવાની સાથે મળશે સાંભળવા, ડિજિટલ પ્લેટફોર્મ થકી દેશ-પરદેશ પહોંચવા પ્રયાસ
ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય ખજાનો છે. જો કે, આજકાલ વાંચનની ઘટતી જતી ટેવને કારણે બાળકો અને યુવાન

ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય ખજાનો છે. જો કે, આજકાલ વાંચનની ઘટતી જતી ટેવને કારણે બાળકો અને યુવાનો જેની વાર્તાઓથી વંચિત રહી જતા તેનો વસવસો હવે દૂર થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. લેખક હરિપ્રસાદ વ્યાસ દ્વારા 1945ની સાલમાં રચાયેલી વાર્તાઓને હવે ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યાં છે.
અભિનવ માળવીએ કહ્યું કે, બકોર પટેલની વાર્તાઓ એક સમયે ભાગ્યે જ કોઈ હોય જેણે માણી ન હોય. પરંતુ હવેના મોબાઈલ અને ડિજિટલ યુગમાં વાંચનની ટેવ છૂટતી જાય છે. ટોમ એન્ડ જેરી કરતાં પણ આ વાર્તાઓ જૂની અને તાજી છે. ત્યારે ફરીથી વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને વાંચનની પાયાની ટેવ પડે તે માટે ડિજિટલ પ્લેટફોર્મ www.bakorpatel.com પર વાર્તાઓનો ખજાનો મૂકવામાં આવશે.
પોર્ટલ પર 7 વાર્તાઓ 30 દિવસ માટે નિઃશૂલ્ક વાંચવા મળશએે. ગાંડીવ ગુજરાતી સાહિત્ય દ્વારા બકોર પટેલની વાર્તાઓના પુસ્તકો મુકવામાં આવશે. જેમાં વાંચવાની સાથે સાથે હળવા મ્યૂઝિક સાથે મૂકવામાં આવ્યા છે. જેથી ગુજરાતી સાંભળી અને વાંચી શકાય તેવો તાલમેલ બેસાડવામાં આવ્યો છે. 3 ઓક્ટોબરથી તમામ વાર્તાઓ સબ્સ્ક્રિપ્શન સાથે ખૂલી મૂકવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું હતું.






