મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોકળ ગતિએ ચાલતું તંત્ર, સુરતમાં ગરમી ઘટી ત્યારે ટ્રાફિક પોલીસ જવાનોને ઠંડક આપતા AC હેલ્મેટ અપાયા

સુરતમાં છેલ્લા પાંચેક દિવસથી ગરમી ઘટી રહી છે. ત્યારે ટ્રાફિક પોલીસ જવાનો ફરજ બજાવ

ગોકળ ગતિએ ચાલતું તંત્ર, સુરતમાં ગરમી ઘટી ત્યારે ટ્રાફિક પોલીસ જવાનોને ઠંડક આપતા AC હેલ્મેટ અપાયા

સુરતમાં છેલ્લા પાંચેક દિવસથી ગરમી ઘટી રહી છે. ત્યારે ટ્રાફિક પોલીસ જવાનો ફરજ બજાવી શકે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવ્યાં છે. હાલ શહેરમાં કેટલીક જગ્યાએ આ હેલ્મેટ પહેરીને વિવિધ ટ્રાફિક જંકશન પરટ્રાફિક જવાનો ફરજ બજાવી રહ્યાં છે. જ્યારે 42 ડિગ્રી તાપમાન હતું. ત્યારે સાદા હેલ્મેટ પહેરીને ફરજ બજાવતી પોલીસ જોવા મળી હતી. છેલ્લા પાંચ દિવસથી એવરેજ 33થી 37 ડિગ્રી વચ્ચે તાપમાન રહે છે.

આઠ કલાક સુધી ઠંડક આપતો હેલ્મેટ

અમદાવાદ-વડોદરા બાદ હવે સુરતના પોલીસ જવાનોને પણ એસી વાળા હેલ્મેટ મળ્યા છે. સુરતના હેડ ક્વાર્ટર પોઇન્ટ પર ટ્રાફિક બ્રિગેડ જવાનને એસી વાળા હેલ્મેટ પ્રોવાઇડ કરવામાં આવ્યા છે. આ એસી વાળા હેલ્મેટ સાતથી આઠ કલાક સુધી ઠંડક મળતી રહે છે. ટ્રાફિક જવાનોને આ હેલ્મેટ દ્વારા ઘણી રાહત મળી રહી છે. હીટ વેવ્સની ઘટનાથી બચવા માટે આ હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
 
પ્રાથમિક ધોરણે 1 પોઈન્ટ પર અપાયો હેલ્મેટ

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ટ્રાફિક જવાનો માટે રાહતની કામગીરી કરવામાં આવી છે. હાલ ટ્રાફિકના ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું કે, અત્યારે એક પોઇન્ટ પર આ હેલ્મેટ આપી ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સુરતના તમામ ટ્રાફિક પોઇન્ટ પર આ હેલ્મેટ પ્રોવાઇડ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો