મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

DNA એટલે શું? ભડથું થયેલા મૃતદેહનો DNA કેવી રીતે કરવામાં આવે છે?

રાજકોટમાં ગેમિંગ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં મૃતદેહની સ્થિતિ એવી થઇ ગઇ છે કે તેમની ઓળખ માટે DNA ટેસ્ટની મદદ લેવી પડી છે. ગાંધીનગર ખાતે ફોરેન્

DNA એટલે શું? ભડથું થયેલા મૃતદેહનો DNA કેવી રીતે કરવામાં આવે છે?

રાજકોટમાં ગેમિંગ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં મૃતદેહની સ્થિતિ એવી થઇ ગઇ છે કે તેમની ઓળખ માટે DNA ટેસ્ટની મદદ લેવી પડી છે. ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં મૃતકોના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મૃતદેહમાંથી DNAના સેમ્પલ લેવા માટે લોહીની જરૂર હોય છે પરંતુ સેમ્પલથી ફાઇનલ રીપોર્ટ સુધી કૂલ આઠ તબક્કામાં આ કામગીરી કરવાની હોય છે. જે દરેક તબકકામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરાતો હોય છે. 

DNA એટલે શું?

DNAનું ફૂલ ફોર્મ ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ થાય છે. DNA આનુવંશિક માહિતીને સંગ્રહિત કરવામાં મદદ કરે છે તો આરએનએ માહિતીના ટ્રાન્સફર અને અભિવ્યક્તિમાં મદદ કરે છે. DNAએ સજીવોનું સૌથી મહત્ત્વપૂર્ણ આનુવંશિક સૂત્ર છે, જે તેમની પાસે આનુવંશિક માહિતી રાખે છે. DNAમાં જીવને લગતી તમામ માહિતી અને જીવન ચલાવવા માટે જરૂરી તમામ સૂચનાઓ હોય છે.

ભડથું થયેલા મૃતદેહનો DNA કેવી રીતે કરવામાં આવે છે?

મૃતદેહનું જ્યારે પોસ્ટમોર્ટમ થાય ત્યારે શરીરના જે ભાગ પર બળવાની અસર ઓછી થઇ હોય તે ભાગમાંથી નમૂનો લેવામાં આવે છે. આ નમૂનાને એક યોગ્ય કન્ટેનરમાં જાળવીને ઠંડા તાપમાને શક્ય હોય એટલું જલદી લેબોરેટરીને મોકલી આપવામાં આવે છે. મૃતદેહો ખૂબ જ બળી ગયા હોય ત્યારે એવું પણ બને કે DNAએ સેમ્પલ થકી વ્યક્તિની ચોક્કસ ઓળખ મળે નહીં. આ સ્થિતિમાં ચોક્કસ ઓળખ મળે નહીં ત્યાં સુધી મૃતદેહને ઠંડા તાપમાને સાચવી રાખવામાં આવે છે. આવા મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે અને જરૂર પડે તો એ વખતે ફોરેન્સિક એક્સપર્ટ પણ હાજર રહે છે. તેમની સલાહ પ્રમાણે શરીરના અલગ-અલગ ભાગો જેવા કે હાડકું દાંત કે દાઢના ભાગમાંથી એક નમૂનો લેવામાં આવે છે. આ નમૂનામાંથી મળેલા DNA પ્રોફાઇલને સાચવી રાખવામાં આવે છે. મૃતકના નજીકનાં સગાં જેવાં કે માતા-પિતા, સંતાન કે ભાઇ-બહેનના DNA સાથે સરખાવવામાં આવે છે. જો બંને પ્રોફાઇલમાં સામ્યતા જોવા મળે તો તેના આધારે મૃતદેહની ઓળખ થઇ શકે છે.

આ સમાચાર શેર કરો