પ્લેન ટેકઑફથી ક્રેશ થયાની ગણતરીની મિનિટોમાં શું થયું? કેમ પાઈલોટને 1 મિનિટનો સમય ન મળ્યો?
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. પ્લેન ટેકઑફથી ક્રેશ થયાની 8 મિનિટમાં શું થયું અને કયા કારણે પાયલટને એક મિનિટનો પણ સમય ન મળ્યો એના વિશે જાણીએ.
8 મિનિટમાં શું થયું?
એર ઈન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન મોટું એરક્રાફ્ટ છે. કહેવામાં આવે છે કે, આ વિમાન 11 વર્ષ જૂનું છે. ગુરુવારની બપોરે 1:30 ટેકઑફ કર્યાની પહેલા રનવે પર હતું. સેટેલાઈટ આધારે જોવા મળે છે કે 1:38 વાગ્યે પ્લેન રનવેના છેલ્લા ભાગમાં હતું અને પ્લેન ટેકઑફ થઈ ચૂક્યું હતું. ટેકઑફ બાદ 625 ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો હતો. જેમાં પ્લેનની ઊડાન બાદ માત્ર 8 મિનિટ માટે જ સિગ્નલ એક્ટિવ રહ્યું હતું અને 1:40 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનની ઊભી ગતિ જોઈએ તો, પ્લેન 400 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે પડી રહ્યું હતું. આ સમય દરમિયાન પાયલટ પાસે કંઈ કરવા માટે એક મિનિટ પણ નહોતો.
નિષ્ણાતો કહે છે કે, આ વિમાન લગભગ 625 ફૂટ ઉપર હતું, જો તે 35000 ફૂટની ઊંચાઈએ હોત તો ક્રૂ મેમ્બર્સને પરિસ્થિતિને સંભાળવા માટે વધુ સમય મળ્યો હોત અને ઘણા લોકોને બચાવી શકાયા હોત. વિમાનમાં લગભગ 52 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સવાર હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ અકસ્માતમાં પાયલટને ફક્ત એક મિનિટનો સમય મળ્યો હતો.
એવિએશન એક્સપર્ટ ડૉ. વંદના સિંહએ કહ્યું કે, 'મને લાગે છે કે, લોડ ફેક્ટરમાં મીસ-કેલ્ક્યુશન થયું હશે. આ સિવાય લેન્ડિંગ ગેયર વ્યવસ્થિત બંધ થયો નહીં હોય. કારણને એક પ્લેનનું પૈડું બિલ્ડિંગમાં ફસાયેલું જોવા મળે છે. જેથી સમજી શકાય કે, આ અકસ્માત પ્લેનમાં સંતુલનની સમસ્યાને કારણે થયો હશે. જોકે, આ મામલે સંપૂર્ણ તપાસ પછી જ કંઈક કહી શકાય.'






