મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMRELI : ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ધારીના ખોડિયાર ડેમની જળસપાટી 45 ફૂટે પહોંચી

Amreli News : અમરેલી જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના ધારીના ખોડીયાર સિંચાઈ યોજના છે. ઉપરવાસમાં ભારે વરસાદન

AMRELI : ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ધારીના ખોડિયાર ડેમની જળસપાટી 45 ફૂટે પહોંચી

Amreli News : અમરેલી જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના ધારીના ખોડીયાર સિંચાઈ યોજના છે. ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ડેમમાં 45 ફૂટ નવાનીરની આવક થઇ છે અને 75 ફૂટ ઊંડાઈ ધરાવતો આ ડેમ હાલ હજી પણ 30 ફૂટ ઉપરાંત ભરવાનો બાકી છે.

ખોડીયાર ડેમમાંથી અમરેલી જિલ્લાના ધારી તાલુકા તેમજ આજુબાજુના 44 ગામોને પીવાનું તેમજ સિંચાઈનું પાણી આપવામાં આવે છે. ખોડીયાર ડેમમાં 45 ફૂટ ઉપર પાણી આવક થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

અગાઉ આ ડેમના મેન રેડીયલના નવ દરવાજા બદલવાનું કામ હોવાથી ડેમને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યો હતો,  જેથી ખોડીયાર ડેમ એકદમ ખાલી અવસ્થામાં હતો. પરંતુ ચોમાસાનું  આગમન થતાની સાથે જ ઉપરવાસના વરસાદને કારણે ડેમ આજે 45 ફૂટ જેટલો ભરાઈ ગયો છે. છેલ્લા કેટલા સમયથી ધારી તેમજ આજુબાજુના ગામમાં જે પીવાના પાણીની સમસ્યા તે સમસ્યાનો હલ થશે.

આ સમાચાર શેર કરો