VIDEO:સુરતના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ, મંદિરમાં ફસાયેલા 4 લોકોનું કરાયુ રેસ્ક્યુ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી છે. સુરતમાં ધ

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી છે. સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માંગરોળ નાની પારડી ગામે મંદિરમાં ફસાયેલા 4 લોકો રેસ્કયુ કરવામાં આવ્યુ છે.
કીમ નદીના પાણી ફરી વળ્યા
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી છે. સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માંગરોળ નાની પારડી ગામે 4 લોકો રેસ્કયુ કરવામાં આવ્યુ છે. જેમાંથી 2 લોકોનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું છે. મંદિરના પૂજારી અને મહિલાનું SDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. કીમ નદીના પાણી મંદિરની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેના પગલે અનેક લોકો ફસાયા છે.
વહીવટી તંત્ર થયુ દોડતું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેર અને જિલ્લામાં વરસાદે આજે સવારથી ધબધબાટી બોલાવી હતી. માંગરોળ તાલુકામાં તો રાત્રે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદી નાળાથી લઈને ગામડાઓના રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી. સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકાની કીમ અને ભૂખી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, ત્યારે માંગરોળ તાલુકાના ૧૯ ગામમાં સવારે ૭ વાગ્યાથી સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં ૧૫૦૮ લોકોને સલામત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના લુવારા, સુરાલી, વસરાવી, લિંબાડા, ટીમ્બરવા, હરસણી, કનવાડા, નોગામા, શાહ, ગોળીકુઈ, ગીજરમ,ખરેડા ,શેંઠી, માંગરોળ, મોસાલી, સિમોદરા, રણકપોર, વેલાછા અને પાણેથા મળીને કુલ ૧૫૦૮ લોકોને સગાસંબંધીઓના ઘરે, પ્રાથમિક શાળા સહિત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા તમામ અસરગ્રસ્તો માટે જમવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.








