SURAT : અઠવામાં પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવનાર વોન્ટેડ બુટલેગરની ધરપકડ
Surat News : સુરત શહેરના અઠવા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર કાર ચઢાવનાર વોન્ટેડ

Surat News : સુરત શહેરના અઠવા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર કાર ચઢાવનાર વોન્ટેડ બુટલેગર ચિત્રાર્થ ઉર્ફે ચિન્ટુ રાંદેરીની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે બુટલેગરની કાર અટકાવતા કાર ભગાડીને કોન્સ્ટેબલને ઉડાવ્યો હતો. જો કે બુટલેગરની કાર બંધ થઈ જતા પોલીસે તેને પકડી પાડ્યો હતો. પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી ચિત્રાર્થ ઉર્ફે ચિન્ટુ રાંદેરી લિસ્ટેડ બુટલેગર છે. તેના વિરુદ્ધ અઠવા, અડાજણ સહિત 3 પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં તે વોન્ટેડ હતો. અઠવામાં પણ તે ઘણી વખત દારૂની હેરાફેરીમાં પકડાઇ ચૂક્યો છે.






