મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણી કરતા આ વર્ષે 6 ટકા ઓછું મતદાન, 10 વર્ષમાં સૌથી ઓછું વોટીંગ

ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કે

ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણી કરતા આ વર્ષે 6 ટકા ઓછું મતદાન, 10 વર્ષમાં સૌથી ઓછું વોટીંગ

ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન યોજાયું હતું.

આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. શાંતિપૂર્ણ રીતે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.

બેઠક 2019ની ટકાવારી 2024ની ટકાવારી
ગાંધીનગર 65.57 55.65%
કચ્છ (SC) 58.22% 55.05%
બનાસકાંઠા 64.69% 68.44%
પાટણ 61.98% 57.88%
અમદાવાદ પશ્ચિમ (SC) 60.37% 54.43%
રાજકોટ 63.15% 59.60%
પોરબંદર 56.79% 51.79%
જામનગર 60.70% 57.17%
આણંદ 66.79% 63.96%
ખેડા 60.68% 57.43%
પંચમહાલ 61.73% 58.65%
દાહોદ (ST) 66.18% 58.66%
ભરૂચ 73.21% 68.75%
બારડોલી (ST) 73.57% 64.59%
નવસારી 66.10% 59.66%
સાબરકાંઠા 67.24% 63.04%
અમદાવાદ પૂર્વ 61.32% 54.04%
ભાવનગર 58.41% 52.01%
વડોદરા 67.86 61.33%
છોટા ઉદેપુર 73.44% 67.78%
વલસાડ 75.21% 72.24%
જૂનાગઢ 60.74% 58.80%
સુરેન્દ્રનગર 57.85% 54.45%
મહેસાણા 65.37% 59.04%
અમરેલી 55.75% 49.22%
કુલ : 25 બેઠક 64.12% 59.49%

ગત લોકસભા ચૂંટણી 2019ની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ઓછું મતદાન થયું છે. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 59.49 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન વલસાડમાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા નોંધાયું હતું. મહત્વનું છે કે ગત બે ટર્મ 2014 (63.66 ટકા) અને 2019 (64.12 ટકા) એટલે કે 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન આ વખતે ગુજરાતમાં નોંધાયું છે. 

ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠક પર સરેરાશ મતદાન

ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં સૌથી ઓછું માણાવદર બેઠક પર અને સૌથી વધુ વાઘોડિયા બેઠક પર મતદાન થયું હતું.

 
બેઠક સરેરાશ મતદાનની
ટકાવારી
વિજાપુર 59.47%
ખંભાત 59.90%
પોરબંદર 57.78%
વાઘોડિયા 70.20%
માણાવદર 53.93%

આ સમાચાર શેર કરો