અમદાવાદમાં વિરાટ કોહલીને મળી જીવથી મારી નાખવાની ધમકી, RCBએ પ્રેક્ટિસ રદ કરી
અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાવાની છે.

અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાવાની છે. આ પહેલા વિરાટ કોહલીને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. વિરાટ કોહલીને ધમકી મળ્યા બાદ RCBએ પ્રેક્ટિસ સેશન અને પ્રી-મેચ કોન્ફરન્સ રદ કરી નાખી છે.
મહત્ત્વપૂર્ણ છે કે IPLની એલિમિનેટર મેચ આજે 22 મેએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. પ્લે ઓફની આ મહત્ત્વપૂર્ણ મેચ પહેલા RCBએ મેદાનમાં પ્રેક્ટિસ કરવાની હતી પરંતુ આ ધમકી બાદ ટીમે કોઇ કારણ વગર સ્ટેડિયમમાં પોતાના પ્રેક્ટિસ સેશનને રદ કરી નાખ્યો છે.
જોકે, મેદાન પર રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. આ સિવાય આ ધમકી બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચ પહેલા આયોજિત પ્રી-મેચ કોન્ફરન્સને પણ રદ કરી નાખી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા હતા ચાર આતંકી
એક રિપોર્ટ અનુસાર ગુજરાત પોલીસના અધિકારીઓના હવાલાથી સંકેત આપ્યા કે RCB દ્વારા પોતાનું પ્રેક્ટિસ સેશન રદ કરવા અને બન્ને પક્ષો દ્વારા પત્રકાર પરિષદ ના કરવાનું પ્રાથમિક કારણ વિરાટ કોહલી માટે સુરક્ષાનો ખતરો હતો.
ગુજરાત પોલીસે આતંકવાદી ગતિવિધિની શંકામાં સોમવાર રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકીની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓ પાસેથી હથિયાર, શંકાસ્પદ વીડિયો અને ટેક્સ મેસેજ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.








