મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતઃ વાડી ગામની સૈનિક સ્કૂલમાં વાયરલ સંક્રમણનો કહેર! 150 વિદ્યાર્થી બીમાર, 18 હોસ્પિટલમાં દાખલ

સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે આવેલ સૈનિક સ્કૂલમાં 150 જેટલા વિદ

સુરતઃ વાડી ગામની સૈનિક સ્કૂલમાં વાયરલ સંક્રમણનો કહેર! 150 વિદ્યાર્થી બીમાર, 18 હોસ્પિટલમાં દાખલ

સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે આવેલ સૈનિક સ્કૂલમાં 150 જેટલા વિદ્યાર્થીઓને શરદી, ખાંસી, તાવના લક્ષણ દેખાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ કરાવ્યું હતું. 18 જેટલી વિદ્યાર્થીનીઓને માંગરોળના ઝંખવાવની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ધારાસભ્ય ગણપત વસાવાએ પણ સૈનિક સ્કૂલમાં જઈને નિરક્ષણ કર્યું.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે સૈનિક સ્કૂલ આવેલી છે. આ શાળામાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 600થી વધુ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે છેલ્લા બે દિવસથી અચાનક 150 જેટલા વિદ્યાર્થીઓને શરદી, ખાંસી, તાવ આવતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ પણ 18 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત ન સુધરતાં તેઓને માંગરોલની ઝંખવાવ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરતના વાલક બ્રિજ પર હિટ એન્ડ રન કેસમાં 6ને અડફેટે લેનાર મુખ્ય આરોપીની ધરપકડ

ઘટનાને પગલે આજરોજ સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ તેમજ માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા સૈનિક શાળા ખાતે દોડી ગયા હતા. ધારાસભ્ય અને જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. સાથે જ શાળામાં રાખવામાં આવતી સાફ સફાઈ, કરિયાણાની ગુણવત્તા ચકાસણી તેમજ ભોજન વર્ગનું નિરીક્ષણ કર્યું હતું. ધારાસભ્ય ગણપત વસાવાએ શાળાના શિક્ષક સ્ટાફ, અને આરોગ્ય ટીમ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા. હાલ તો વાતાવરણમાં આવેલા પલટાને લઈને વિધાર્થીઓની તબિયત બગડી હોવાનું આરોગ્ય વિભાગએ જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો