મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BOTAD : ગઢડાના પીપળીયા ગામે ગ્રામજનોએ પ્રાથમિક શાળાને કરી તાળાબંધી, જાણો શું છે મામલો

Gadhada Botad News : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામે ગ્રામજનોએ પ્રાથમિક શાળાને ત

BOTAD : ગઢડાના પીપળીયા ગામે ગ્રામજનોએ પ્રાથમિક શાળાને કરી તાળાબંધી, જાણો શું છે મામલો

Gadhada Botad News : બોટાદ જિલ્લાના  ગઢડા તાલુકાના પીપળીયા ગામે ગ્રામજનોએ  પ્રાથમિક શાળાને તાળા બંધી કરી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામ આગેવાનો એકત્ર થઈ શાળા ખાતે પહોંચી શાળાને તાળાબંધી કરી હતી.

આચાર્યની બદલી કરવાની ગ્રામજનોની માંગ

આચાર્ય જ્યોત્સ્નાબેન ચાવડાની શિક્ષણ કાર્યમાં બેદરકારી હોવાથી તમામ વિદ્યાર્થી બાળકોનું શિક્ષણકાર્ય અને ભવિષ્ય ખરાબ થતું હોવાનો ગામલોકોનો આક્ષેપ છે. પીપળીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ પૂર્ણ કરી આવતા બાળકોને હાઈસ્કૂલમાં પ્રવેશ આપવામાં આવતો નથી. તેનું મુખ્ય કારણ બાળક શિક્ષણમાં ખૂબ નબળું હોય છે અને બાળક આઠ ધોરણના અભ્યાસ પછી પણ કઈ આવડતું હોતું નથી. ત્યારે શિક્ષણકાર્યથી અળગા રહી જ્યાં સુધી આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવાનો ગ્રામજનોએ નિર્ણય લીધો હતો. 

સુવિધાઓના અભાવથી ભરેલી શાળા 

શાળામાં બાળકો માટે પ્રાથમિક સુવિધા જેવી કે ટોયલેટ બાથરૂમમાં પાણીમાં પાણી આવતું નથી. રમતગમતના સાધનો આપવામાં નથી આવતાં, પીવાના પાણીની સુવિધા પણ મળતી નથી. શાળામાં કોમ્પ્યુટર વર્ગ સદંતર બંધ હાલતમાં છે. ટોયલેટમાં પાણી આવતું નથી. નાની બાળાઓ, વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તેવુ ગ્રામલોકો જણાવી રહ્યા છે.

શાળાના શિક્ષણકાર્યમાં કોઈ સુધાર નથી

નવી શાળાના બાંધકામમાં પણ આચાર્ય દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવો પણ ગ્રામજનોનો આક્ષેપ છે. શાળા માટે ૪૦ હજાર રૂપિયા દાન આપનાર દાતાએ બોર બનાવી આપ્યો હતો તેની પણ શાળા દ્વારા જાળવણી થઈ નથી. આચાર્ય જ્યોત્સનાબેન ચાવડા વર્ષોથી પીપળીયા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમયથી આચાર્યનો ચાર્જ મળ્યો છે પરંતુ શિક્ષણકાર્યમાં સુધાર નથી.  ગામલોકો દ્વારા ભારોભાર રોષ સાથે આજ પીપળીયા પ્રાથમિક શાળાને તાળાબંધી કરી હતી અને માંગ કરી હતી કે જ્યાં સુધી આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી શાળામાં શિક્ષણકાર્ય શરૂ બાળકો અળગા રહેશે. હવે જોવાનું રહ્યું કે આ પ્રશ્નનો નિકાલ કઈ રીતે આવે છે.

આ સમાચાર શેર કરો