મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સના દરોડામાં મળી ફાઈલો, જાણો તેમણે શું કહ્યું

Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા બાદ વધુ એક અધિકારી સામે તપાસ શરૂ

રાજકોટ: પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સના દરોડામાં મળી ફાઈલો, જાણો તેમણે શું કહ્યું

Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા બાદ વધુ એક અધિકારી સામે તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સે દરોડા પાડ્યા છે. અલ્પા મિત્રાના ઘરેથી મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળી આવ્યા છે. વિજિલન્સની ટીમે આ તમામ દસ્તાવેજોની નોંધણી કરી છે. 

અલ્પના મિત્રાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું, જો કે તેમણે રાજીનામુ સ્વેચ્છાએ આપ્યું કે લેવામાં આવ્યું તે પણ સવાલ ઉભો થયો છે. તેમના રાજીનામા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દેવાંગ દેસાઈની સૂચનાથી ટેક્નિકલ મેનેજર ભૂમિબેન દ્વારા તપાસ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે આવાસ યોજના કોભાંડમાં અલ્પના મિત્રાનું નામ સામેલ હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અલ્પના મિત્રાના ઘરેથી વિજિલન્સની ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશનના 45 પ્રોજેક્ટની ફાઈલો  જપ્ત કરી છે. કેટલાક રજીસ્ટરો પણ મળી આવ્યા છે.  જૂની તારીખમાં સહી કરી કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ કરવાની ગોઠવણ થતી હોવાની માહિતી સામે આવી છે. 

જો કે અલ્પના મિત્રાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે તેઓ બહાર હતા અને તેમના ઘરે કોઈએ આ ફાઈલોના પોટલા મુકી ગયું હતું. આ ફાઈલો વિશે મને કોઈ જાણકારી નથી. ફાઈલો કોણ મૂકી ગયું તેના જવાબમાં તેમણે કહ્યું કેસીસીટીવી ફૂટેજના આધારે ખ્યાલ આવી જશે.  તોઆવાસ યોજનાનાકૌભાંડમાં પોતાના નામ વિશે તેમણે કહ્યું કે તેમના સુધી આવી કોઈ માહિતી આવી નથી. 

આ સમાચાર શેર કરો