Video/ વલસાડના ઉમરગામની સુમતિ ટેક્સટાઈલના અંડરગ્રાઉન્ડ યુનિટમાં ફરી ભીષણ આગ, ફાયર સેફ્ટી પર ગંભીર સવાલ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ ગામે આવેલી સુમતિ ટેક્સટાઈલ કંપનીના
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ ગામે આવેલી સુમતિ ટેક્સટાઈલ કંપનીના અંડરગ્રાઉન્ડ યુનિટમાં ફરી એકવાર મોટી આગ લાગી છે. આ કંપનીમાં અગાઉ પણ ભીષણ આગની ઘટના બની ચૂકી હોવાથી, આ પુનરાવર્તિત ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલન પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.
ધૂમાડાને કારણે ફાયર ટીમને મુશ્કેલી
આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. યુનિટ અંડરગ્રાઉન્ડ હોવાથી, તેમજ અંદર મશીનો અને રૂ (કોટન)નું મટીરીયલ મોટી માત્રામાં હોવાને કારણે અત્યંત ગાઢ ધુમાડો ફેલાયો છે. આ ધુમાડો ફાયરના જવાનો માટે આગ પર કાબૂ મેળવવામાં મોટો અવરોધ ઊભો કરી રહ્યો છે. ઉમરગામ પોલીસ ઘટનાસ્થળ પર હાજર છે અને તાત્કાલિક અસરથી તમામ કામદારોને યુનિટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ફાયર સેફ્ટી સામે પ્રશ્નાર્થ
ઉમરગામ તાલુકામાં આગની ઘટનાઓમાં વધારો થતાં, ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા અને ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓ કેટલી અસરકારક છે, તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. એક જ કંપનીમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બેદરકારી સૂચવે છે. પોલીસે આગ લાગવાના ચોક્કસ કારણ અને કંપનીની ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગે તપાસ શરૂ કરી છે.






