Video: મુશ્કેલીમાં પણ આનંદ શોધતા સુરતવાસીઓ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા યુવકોએ માણી મજા
હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના ઉધના, પાંડેસરા સહિત
હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના ઉધના, પાંડેસરા સહિતના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે વાહન વ્યવહારને થોડી અસર પહોંચી હતી. જોકે, પાણી ભરાવા છતાં કેટલાક લોકોએ આ પરિસ્થિતિમાં પણ અલગ અંદાજમાં મજા માણવાનો રસ્તો શોધી લીધો હતો.
યુવકે રિંગ દ્વારા માણી વરસાદી મજા
સુરતના કેટલાક વિસ્તારોમાં જળભરાવના દૃશ્યો વચ્ચે એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવક ભરાયેલા વરસાદી પાણીની અંદર રિંગ (ટ્યુબ) મારફતે તરતો અને મજા માણતો જોવા મળ્યો હતો. શહેરમાં સર્જાયેલા આ અણધાર્યા 'સ્વિમિંગ પૂલ'નો યુવકે અનોખી રીતે ઉપયોગ કર્યો હતો, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. નાગરિકોની આ પ્રકારની મસ્તી દર્શાવે છે કે સુરતીઓ મુશ્કેલીમાં પણ આનંદ શોધી લે છે.





